Connect Gujarat
ગુજરાત

અમરેલીમાં 41 ટ્યુશન ક્લાસીસોને મારવામાં આવ્યા સીલ

અમરેલીમાં 41 ટ્યુશન ક્લાસીસોને મારવામાં આવ્યા સીલ
X

સુરતની તક્ષશીલા બિલ્ડીંગની ઘટના બાદ રાજ્યભરમાં ટ્યુશન કલાસીસો પર તવાઈ ચાલુ થઈ છે અમરેલી શહેરમાં આવેલા 41 કલાસીસો પર પાલિકાની ફાયર ટીમ દ્વારા ટ્યુશન કલાસીસો પર સીલ મારીને બંધ કરતા ટ્યુશન સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આ છે અમરેલી શહેરમાં ચાલતા ટ્યુશન કલાસીસો. આજે પાલિકાની ફાયર ટીમ દ્વારા બે ટીમ બનાવીને અમરેલી શહેરમાં ચાલતા ટ્યુશનના હાટડાઓને સીલ મારવાનું કામ પાલિકાની ફાયર ટીમે કર્યા હતા. અને ટ્યુશન કલાસીસો પર અમરેલીમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમરેલીના જનાણી કલાસીસ સહિત ઓજસ, ઈસુ ઇન્ફોનેટ, દીપ દર્શન, કેરિયર ઝોન, શ્રીજી કલાસીસ, સંસ્કાર કલાસીસ દર્શન સાથે ટોટલ 41 કલાસીસોને સીલ મારવા તંત્ર દોડતું થઈ ગયું છે ને સંચાલકો દ્વારા સીલ મારતા પાલિકાના કર્મીઓ સામે રોષિત થયા હતા.

છેલ્લા 27 વર્ષથી ક્લાસીસો ચલાવતા સંચાલકો દ્વારા સીસી ટીવી, ફાયરના સાધનો પણ વસાવી લીધા છે. પાલિકમાં ફાયર સેફટીના સાધનો નથી ને ટ્યુશન કલાસીસો સામે તંત્ર શૂરવીર સાબિત થઈ રહી છે અને વિદ્યાર્થીઓનું ભાવિ અંધકાર મય થઈ જવાનો વસવસો કલાસીસ સંચાલકો વ્યક્ત કરી રહ્યાં છે. ત્યારે અમરેલી પાલિકાની ફાયર ટીમના અધિકારી દ્વારા સવારથી લઈને બપોર સુધીમાં 12 ક્લાસીસોને સીલ કરી દીધા છે. પ્રથમ ત્રણ દિવસની નોટીસ બાદ 41 કલાસીસોને સીલ મારી દેવાનું ફાયર અધિકારી કહી રહ્યા છે.

Next Story