અમરેલી : કમોસમી વરસાદે બગાડી ખેડૂતોની”મોસમ” , પાક સળગાવવા બન્યા મજબુર

New Update
અમરેલી :  કમોસમી વરસાદે બગાડી ખેડૂતોની”મોસમ” , પાક સળગાવવા બન્યા મજબુર

અમરેલી

જિલ્લાના સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદે ખેતીનો દાટ વાળી દેતાં ખેડૂતો આર્થિક

પાયમાલીના આરે આવીને ઉભા રહી ગયાં છે. ગાધકડા અને ગણેશગઢ સહિતના ગ્રામીણ

વિસ્તારોમાં કમોસમી વરસાદમાં મગફળીનો પાક પલળી ગયો છે. 

અમરેલી

જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ગાધકડા ગામની વસતી 7 હજાર લોકોની છે અને મોટાભાગના લોકો

ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. હાલ ગામલોકોની હાલત કમોસમી વરસાદે બગાડી નાંખી

છે. ખેતરોમાં મગફળીના ઊભા કરેલા પાથરાઓ દોઢ થી બે ઇંચ જેટલા વરસાદને કારણે મગફળીનો

પાક નાશ પામી ચુકયો છે. સતત પડતા વરસાદથી ગાધકડા ગણેશગઢ સહિતના ખેડૂતો મુશ્કેલીમાં

મુકાયા છે અને તેમને રોવાના દિવસો આવી ગયાં છે.  ખેડૂતો મગફળીના પાથરાઓ સળગાવી દેવા માટે

મજબુર બન્યાં છે. ખેડૂતો તેમની નજર સામે પોતાના પાકને નષ્ટ થતો જોઇ આંસુડા સારી

રહયાં છે પણ કુદરત સામે સૌ કોઇ મજબુર હોય છે. મગફળીના વાવેતરનો ખર્ચો પણ નીકળી શકે

તેમ ન હોવાથી જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

Read the Next Article

પંચમહાલ : ઘોઘંબામાં કોંગ્રેસના નવનિયુક્ત વરણી કાર્યક્રમમાં અમિત ચાવડાએ બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર કર્યા આકરા પ્રહાર

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા

New Update

ઘોઘંબામાં યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ

નવનિયુક્ત હોદ્દેદારોની કરાઈ વરણી

અમિત ચાવડા રહ્યા વિશેષ ઉપસ્થિત

ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકારને ઘેરી

રાજ્ય સરકાર પર કર્યા ગંભીર આક્ષેપ

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા હોદ્દેદારોની નવનિયુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો,જેમાં ધારાસભ્ય અમિત ચાવડાએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં કોંગ્રેસ સમિતિ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની વરણી માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન અમિત ચાવડાએ વડોદરાના પાદરા પાસે ગંભીર બ્રિજ દુર્ઘટના મુદ્દે પણ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા,અને જણાવ્યું હતું કે આ બ્રિજના નવીનીકરણ માટે રજૂઆત કરવામાં આવી હતી,પરંતુ કોઈ રજૂઆતને ધ્યાન પર લેવામાં આવી નથી.

તેમજ બ્રિજ દુર્ઘટના માટે ગુજરાત સરકાર જવાબદાર હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સરકાર પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને  રાજીનામુ આપે તેવી માંગ પણ તેઓએ કરી હતી.

Latest Stories