Connect Gujarat
લાઇફસ્ટાઇલ

અમિતાભ બચ્ચન અને કંગના રનૌત એકજ ફિલ્મમાં સાથે જોવા મળશે 

અમિતાભ બચ્ચન અને કંગના રનૌત એકજ ફિલ્મમાં સાથે જોવા મળશે 
X

અમિતાભ બચ્ચન અને કંગના રનૌત આર. બાલ્કીની ફિલ્મમાં રૃપેરી પડદે સાથે જોવા મળશે. આ ફિલ્મ અરોણિમા સિન્હાની બાયોપિક હશે. જોકે આ ફિલ્મનું શૂટિંગ જલદી શરૃ થાય તેવી હાલ કોઇ શક્યતા નથી. કંગના આ ફિલ્મમાં અરુણિમા સિન્હાનું પાત્ર ભજવશે. જ્યારે અમિતાભ બચ્ચન તેના 'મેન્ટર એટલે કે સલાહકારની ભૂમિકામાં જોવા મળશે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આર. બાલ્કીની નવી ફિલ્મ અરુણિમા સિન્હાની બાયોપિક હશે. આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે કંગનાને ફાઇનલ કરવામાં આવી છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૃ થશે તેની જાણકારી હજી મળી નથી. કંગનાને આર. બાલ્કીએ ફિલ્મની સ્ક્રિપ્ટ સંભળાવતા જ અભિનેત્રીએ આ ફિલ્મ માટે હા ભણી હતી. કંગનાને આ ફિલ્મની તૈયારી માટે બે મહિના જેટલો સમય લાગશે. આ જ મહિનામાં તે ફિલ્મનો કોન્ટ્રાક સાઇન કરે તેવી વકી છે. તેથી ફેબ્રુઆરીમાં આ ફિલ્મ શરૃ થાય તેવી શક્યતા છે.

અરુણિમા માઉન્ટ એવરેસ્ટ સર ચડનારી પ્રથમ અપંગ ભારતીય મહિલા હતી.તે નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી તેને 2011માં લૂંટારાઓએ તેને ચાલુ ટ્રેન માંથી ફગાવી દીધી હતી. પરિણામે તેનો એક પગ ઘૂંટણ નીચેથી કપાઇ ગયો હતો.

Next Story
Share it