અરવલ્લી : ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્વારા કરાઇ બાળ દિનની ઉજવણી, બાળકોએ અધિકારીઓને બાંધી દોસ્તીની રીબિન

New Update
અરવલ્લી : ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્વારા કરાઇ બાળ દિનની ઉજવણી, બાળકોએ અધિકારીઓને બાંધી દોસ્તીની રીબિન

અરવલ્લી

Advertisment

ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્વારા બાળ સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે ૧૪મી તારીખે “ચાઇલ્ડ હેલ્પ લાઇન સાથે દોસ્તી”નો કાર્યક્રમ યોજાયો

હતો. જેમાં ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમ અને મોડાસા શહેરનો સ્લમ

વિસ્તાર જેવા કે ડુંગરી વિસ્તાર, દરિયાઈ સોસાયટી, બાપુનગરમાંથી ૪૨ બાળકોએ સરકારી અધિકારીઓને હાથે રિબિન બાંધીને દોસ્તીનો કાર્યક્રમ યોજાયો હતો.

publive-image

દોસ્તી કાર્યક્રમનો હેતુ બાળકો સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરે તેમજ મુશ્કેલી સમયે બાળકો ખચકાટ વગર પોતાની રજૂઆત કરી શકે, પોલીસ અધિકારીઓની બીક ઓછી થાય અને પોલીસને મિત્ર માને તેવા હેતુથી ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્ધ્રારા “ચાઇલ્ડ લાઇન સે દોસ્તી”નો કાર્યક્રમ યોજાયો હતો.

publive-image

Advertisment

જેમાં જિલ્લાના D.C.P.O. અને સ્ટાફ, શ્રમ અધિકારી અને સ્ટાફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્ટાફ, S.P. કચેરીનો સ્ટાફ, સમાજ સુરક્ષા અધિકારી અને તેમના સ્ટાફ સાથે બાળકોએ રિબિન બાંધીને દોસ્તી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisment
Latest Stories