Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : નવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં એસ.ટી. બસના ડ્રાઇવરને રૂપિયા ૫૦૦નો મેમો

અરવલ્લી : નવા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં એસ.ટી. બસના ડ્રાઇવરને રૂપિયા ૫૦૦નો મેમો
X

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે, ત્યારે આ નિયમનો કડક અમલ થાય તે માટે પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. સામાન્ય જનતાની સાથે સાથે સરકારી વાહન ચલાવતા કર્મચારીઓ પણ આ કાયદાના સકંજામાં આવી રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં એસ.ટી.ના કર્મચારીઓ કાયદાને ઘોળીને પી રહ્યા છે, ત્યારે આવા કર્મચારીઓ પર જિલ્લા ટ્રાફિક પોલીસની બાજ નજર જોવા મળી રહી છે. મોડાસા ડેપોમાંથી નીકળી મોડાસા-અમદાવાદ વાયા પુંસરી બસના ચાલક જગતસિંહ મકવાણા પણ આ ટ્રાફિકના નવા નિયમ કાયદાના સકંજામાં આવી ગયા હતા. મોડાસાથી અમદાવાદ વાયા પુંસરી બસ નં. GJ-18-Z-2583ના ચાલક કાયદાનું ઉલ્લઘન કરી સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. જે પોલીસની નજરમાં આવતા જુના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પર તૈનાત પોલીસકર્મીએ બસ રોકી એસ.ટી. બસના ડ્રાઈવરને રૂપિયા ૫૦૦નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મહત્વની વાત એ છે કે, છેલ્લા કેટલાય સમયથી આ કાયદાનું પાલન ન કરનારાઓ પર પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે અને તેમાંય ખાસ કરીને સરકારી ગાડી ચલાવતા ડ્રાઇવરો આ કાયદાનું બેફામ ઉલ્લંઘન કરી રહ્યા હતા, ત્યારે આવા કર્મચારીઓને પણ સકંજામાં કસવામાં આવી રહ્યા છે.

Next Story