અરવલ્લી : ને.હા પર આડેધડ ડાયવર્જન અકસ્માત ઝોન બનતા રાજેન્દ્ર ચોકડી પર વિરોધ

New Update
અરવલ્લી : ને.હા પર આડેધડ ડાયવર્જન અકસ્માત ઝોન બનતા રાજેન્દ્ર ચોકડી પર વિરોધ

દિલ્હીથી મુંબઈને

જોડતો, અમદાવાદ-ઉદેપુર

ને.હા.નં-૮ સિક્સલેન બનાવવાનું કામકાજ પુરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ હાઈવે ઑથોરિટી દ્વારા આડેધડ ડાયવર્જન

આપવામાં આવતા ઘમખ્વાર અકસ્માતમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે, ત્યારે અકસ્માતને કારણે નિર્દોષ વાહનચાલકો

અને રાહદારીઓ મોતને ભેટતા સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. દેવદિવાળી ના દિવસે

દાવલી પાટિયા નજીક ડાયવર્જન પગલે ટ્રક-કન્ટેનર ચાલક અને રીક્ષા ચાલક ગફલત ખાઈ જતા

ઘમખ્વાર અકસ્માતમાં ૪ લોકોએ જીવ ગુમાવવો પડતા સતત થતાં અકસ્માતમાં નાની-મોટી ઈજાઓ

પહોંચતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

publive-image
publive-image
publive-image

અમદાવાદ-ઉદેપુર

ને.હાઈવે.નં-૮ પર અપાયેલા ડાયવર્જનમાં વાહનચાલકોની સલામતી નેવે મૂકી દેવામાં આવતા હિંમતનગર-શામળાજી

રોડ પર આવેલી રાજેન્દ્ર નગર ચોકડી નજીક આજુબાજુના ગામલોકોએ એકઠા થઈ ચક્કાજામ કરી

ડાયવર્જન અંગે માર્ગ સલામતીના નિયમો પ્રમાણે દિશા સૂચન બોર્ડ મુકવાની માંગ સાથે

રાજેન્દ્ર નગર ચોકડી પાસે ચક્કાજામ કર્યો હતો સતત વાહનોથી ધમધમતા માર્ગ પર

ચક્કાજામના પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મોડાસા રૂરલ પોલીસે તાબડતોડ

ઘટનાસ્થળે પહોંચી ચક્કાજામ કરનાર લોકો સાથે વાતચીત કરી હાઈવે ઑથોરિટી સાથે રાખી

લોકોને સમજાવી ચક્કાજામ દૂર કરવામાં આવતા હાઈવે પર થંભી ગયેલા વાહનવ્યવહારને

પૂર્વરત કરવામાં આવ્યો હતો

ને.હા.નં-૮ પર

દિવસ-રાત ભાર વાહક વાહનોની અવર-જવર થી ધમધમી રહ્યો છે ભાર વાહક ચાલકો બેફામ રીતે

અને ગફલતભરી રીતે વાહનો હંકારતા હિંમતનગર-શામળાજી માર્ગ પર રાજેન્દ્રનગર ચોકડી,

દાવલી પાટિયા, રાયગઢ અને ગાંભોઇ નજીક  વધુ અકસ્માતની ઘટનાઓ બનતા હાઈવે ઑથોરિટી તંત્ર

અકસ્માત ઝોન જાહેર કરી સંતોષ માની રહ્યું છે.

Latest Stories