/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/maxresdefault-24.jpg)
સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદથી
મગફળી અને કપાસને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે આ નુકશાને ખેડૂતોની ચિંતામાં
વધારો કર્યો છે. પાકમાં થયેલા નુકસાનને પગલે અરવલ્લી જિલ્લામાં મહિલા ખેડૂતે જીવન
ટૂંકાવી દીધુ હોવાની ઘટના સામે આવી છે.
મોડાસા તાલુકાના મોદરસુંબા ગામે દીકરા સાથે રહેતા મંજુલાબહેન ખેતી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમના ચાર વિઘા ખેતરમાં મગફળી, કપાસ અને અળદની ખેતી કરી હતી. તેમને આશા હતી કે, તેમના સારા પાકથી જે નાણાં મળશે તેનાથી તેમના દીકરાનું લગ્ન કરાવશે, પણ કમોસમી વરસાદે તેમની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું.પરિવારજનોનું એમ પણ કહ્વું છે કે, મૃતક મહિલા પાકમાં મોટા પાયે નુકસાનને પગલે છેલ્લા બે દિવસથી આઘાતમાં સરી ગયાં હતાં. આખરે તેમણે ઘરમાં ગળાફાંસો ખાઇને જીવાદોરી ટુંકાવી લીધી હતી.