/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/27154203/maxresdefault-319.jpg)
રાજય સરકારે 16 જેટલી ચેકપોસ્ટ બંધ કરી દેવાનો નિર્ણય લીધા બાદ આરટીઓ ખાતે જપ્ત કરાયેલા વાહનો ભગવાન ભરોસે જોવા મળી રહયાં છે. નિહાળો કનેકટ ગુજરાતનો વિશેષ અહેવાલ અસલામત ચેકપોસ્ટ.
રાજ્ય સરકાર દ્વારા 16 આરટીઓ ચેક પોસ્ટ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે
જેમાં અરવલ્લી જિલ્લાની શામળાજી ચેક પોસ્ટનો પણ સમાવેશ થાય છે. ચેક પોસ્ટ બંધ થતાં
પહેલાં આરટીઓ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલાં વાહનો ચેકપોસ્ટ ખાતે રખાયાં છે.
ચેકપોસ્ટ બંધ થઇ ગયા બાદ હવે ચેકપોસ્ટ સુમસાન બની ચુકી છે અને તેનો લાભ તસ્કરો
ઉઠાવી રહયાં છે. ચેક પોસ્ટની જગ્યામાં પાર્કિંગ કરેલી ખાનગી બસો, ટ્રકો સહિતના વાહનોમાંથી એસેસરીઝ, ટાયરો સહિત અન્ય સામાનની ચોરીના બનાવો સામે આવી રહયાં છે. સ્થાનિક
લોકો પણ ચોરીની ઘટનાને ડામવા સિક્યુરિટી ગાર્ડ તૈનાત રાખવાની માંગ કરી રહ્યા છે.