New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/e82fe3bf-f5e8-42d9-aece-88fb94f35428.jpg)
પારૂલ યુનિવર્સિટી બળાત્કાર કેસના આરોપી ડૉ જયેશ પટેલને ગુરુવારના રોજ જમણી આંખમાં ચેપ લાગ્યાની ફરિયાદ બાદ વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જ્યાં તેઓ હોસ્પિટલના પરિસરમાં મીડિયાના વ્યક્તિઓને જોઈને ગુસ્સે થયા હતા.
આંખની ફરિયાદ બાદ જયેશ પટેલને સેન્ટ્રલ જેલમાંથી સવારે 9 વાગ્યાની આસપાસ પોલીસ વાનમાં SSG ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં આંખ વિભાગના વડા ડૉ આહીરે તેમની આંખોની ચકાસણી કરી હતી.
જયેશ પટેલે જણાવ્યુ હતુ કે ડોકટરે તેમની જમણી આંખમાં ચેપ લાગેલ હોવાથી તે યોગ્ય રીતે ખુલતી નથી એવુ કહ્યુ હતુ અને ત્યારબાદ તેમને ડાયાબિટીસની ચકાસણી માટે લઇ જવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસ કર્યા બાદ જયેશ પટેલ પછી ડોકટરોની સૂચનો પ્રમાણે અન્ય દર્દીઓ સાથે બહાર કતારમાં બેઠા હતા.
Latest Stories