/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/maxresdefault-11.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં રાજકીય પક્ષો લાગી ગયા છે, ત્યારે વિકાસ ગાંડો થયો છે, તેવા મેસેજોએ સોશ્યલ મિડીયામાં વાઇરલ બનવાની સાથે ભારે રમુજનું વાતાવરણ સર્જી દીધુ છે. અને ભાજપ દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવે તેની સામે આ સંદેશાઓએ લોકોને અસમંજસમાં મુકી દીધા છે.
પેટ્રોલ ડીઝલનાં ભાવોમાં વધારો, ટામેટાનાં ભાવોમાં ભડકો અને રસ્તાઓ પર પડેલા ખાડાઓ સહિતની બાબતોનો ઉલ્લેખ કરીને "આઘા રહેજો વિકાસ ગાંડો થયો છે" તેવા મેસેજો સોશ્યલ મિડીયામાં વાઈરલ બન્યા છે.
વેરાવળમાં પણ યુથ કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિકાસ ગાંડો થયો હોવાના પોસ્ટરો લગાવ્યા છે, જેના કારણે રાજકારણ ભારે ગરમાયુ છે. અને સોશ્યલ મિડીયામાં આ પોસ્ટરોના ફોટો અને વિડીયો પણ વાઈરલ બન્યા છે.
# સોશ્યલ મિડીયામાં રમૂજનું માધ્યમ બનેલા મેસેજ :-
- ST અમારી ,બેસો પછી જવાબદારી તમારી ,આઘા રેજો વિકાસ ગાંડો થયો છે, અડફેટે લઇ લેશે.
- હોટેલમાં રૂપિયા 1800 બિલ પર રૂપિયા 180 GST, લાગે છે અદ્રશ્ય રૂપે મોદીજી પણ આપણી હારે જમતા હતા,એનું બિલ ચુકવવું પડયું છે.આઘા રેજો વિકાસ ગાંડો થયો છે.
- ટ્રેનની ટિકિટ પર 12 ટકા GST, પ્લેનની ટિકિટ પર 5 ટકા GST, આઘા રેજો વિકાસ ગાંડો થયો છે.
- પેટ્રોલનો ભાવ પહેલી જુલાઈએ રૂપિયા 63.30, ઓગષ્ટે રૂપિયા 71, વિકાસ હવે ગાંડો નહિ ભૂરાંટો થયો છે.
આ ઉપરાંત જો કોઈ અકસ્માત સર્જાયો હોય તો એવા વાહનોનાં ફોટો પણ વિકાસ ગાંડો થયો હોવાના મેસેજ સાથે સોશ્યલ મિડીયામાં વાઇરલ બન્યા છે.