Connect Gujarat
ગુજરાત

આજે બપોરે ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામી મહારાજના નશ્વર દેહની કરાશે અંતિમવિધિ

આજે બપોરે ત્રણ વાગ્યે પ્રમુખ સ્વામી મહારાજના નશ્વર દેહની કરાશે અંતિમવિધિ
X

સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરૂ પ્રમુખસ્વામી મહારાજના નશ્વરદેહના અંતિમ સંસ્કાર બુધવારે બપોરે 3 કલાકે હિન્દુ સંપૂર્ણ વિધિ મુજબ શ્લોક અને સૂત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવશે. પ્રમુખ સ્વામીની અંતિમ વિધિમાં રાજનેતાઓ, સંતો-મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે.

પ્રમુખ સ્વામીના નશ્વરદેહની અંતિમ વિધિ પહેલાં બીજેપી પ્રમુખ અમિત શાહ, કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, રેલવે મંત્રી સુરેશ પ્રભુ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરે જેવા રાજનેતાઓ, મોરારિ બાપુ, બાબા રામદેવ જેવા સંતો તેમજ અનિલ અંબાણી, અનિલ નાયર અને વ્યોમેશ જોશી જેવી હસ્તીઓ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કરશે.

આજે બપોરે ત્રણ કલાકે સાળંગપુર મંદિર પરિસરમાં મૂકવામાં આવેલી ભગવાન સ્વામિનારાયણ અને શાસ્ત્રીજી મહારાજની સન્મુખ પ્રમુખ સ્વામીના નશ્વર દેહની અંતિમ વિધિ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સ્વામીનારાયણના ગુરૂ પ્રમુખ સ્વામી મહારાજનું 13મી ઓગષ્ટના રોજ નિધન થયું હતું. અત્યાર સુધી વડાપ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓ અને લાખો લોકોએ તેમના અંતિમ દર્શન કર્યા છે.

Next Story