આમોદ ખાતે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

New Update
આમોદ ખાતે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે 71 સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

તારીખ 12, 13 અને 14 ઓગષ્ટનાં રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આમોદ તાલુકામાં તિરંગા યાત્રા યોજશે. જે સંદર્ભે આમોદ મામલતદાર કચેરી ખાતે જબુંસર વિધાનસભાનાં ધારાસભ્ય છત્રસિંહ મોરીની આગેવાનીમાં ભાજપ કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી.આમદોજેમાં મુખ્ય અતિથી તરીકે ધારાસભ્ય છત્રસિંહ મોરી, આમોદનાં મામલતદાર તથા આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિપક ચૌહાણ, ભાજપનાં મહિલા મોરચાનાં ધર્મિષ્ઠાબહેન પટેલ તેમજ અન્ય ભાજપના કાર્યકરો બેથકમાં હાજર રહયા હતા.