Top
Connect Gujarat

આ સત્યઘટના પર આધારિત છે અક્ષયની ફિલ્મ ‘રૂસ્તમ’

આ સત્યઘટના પર આધારિત છે અક્ષયની ફિલ્મ ‘રૂસ્તમ’
X

‘સ્પેશિયલ 26’ અને ‘એર લિફ્ટ’ જેવી સત્યઘટનાઓ પર આધારિત ફિલ્મોમાં શાનદાર દેખાવ કરીને બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર ફરી એક સત્યઘટના આધારિત ફિલ્મમાં ચમકી રહ્યો છે.

અક્ષય કુમારની ફિલ્મ ‘રૂસ્તમ’ વર્ષ 1959ના નાણાવટી કેસ પર આધારિત છે. 1959માં જ્યારે મુંબઇ બોમ્બે તરીકે ઓળખાતું હતું ત્યારે આ ઘટના બની હતી. જેણે સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

31459cf3-8187-4bd7-bbe3-603ff0a0c668

કે.એમ.નાણાવટી એક નેવી ઓફિસર હતા. તેમના પરિવારમાં બ્રિટિશ મૂળની પત્ની સિલવિયા અને ત્રણ બાળકો હતા. કે.એમ.નાણાવટી મોટાભાગે ડ્યુટી પર રહેતા હતા અને તેમના પત્ની બાળકો સાથે બોમ્બેમાં શિફ્ટ થયા હતા. નાણાવટીની ગેરહાજરીમાં સિલવિયા ખૂબ જ એકલતા મહેસૂસ કરતા હતા.

એકવાર નાણાવટી પોતાનો લાંબાગાળાનો પ્રોજેક્ટ પૂરો કરીને ઘરે પહોંચ્યા તો તેમની પત્નીએ કબૂલ્યુ કે તે નાણાવટીના મિત્ર પ્રેમ આહુજા સાથે સંબંધ ધરાવે છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે.

આ સાંભળીને નાણવટીને ખૂબ દુઃખ થયું હતું પોતાના પરિવારને ફિલ્મ બતાવવા માટે થિયેટરમાં મૂકીને તેઓ તેમની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરવા જતા હતા.પરંતુ તે પહેલાં તેમણે તેમના મિત્ર પ્રેમ આહુજાને પૂછ્યું કે શું તે સિલવિયા સાથે લગ્ન કરીને તેમના બાળકોને પોતાના બાળકો તરીકે સ્વીકાર કરશે? ત્યારે પ્રેમ આહુજાએ હસીને જવાબ આપ્યો કે જે દરેક સ્ત્રી સાથે હું સંબંધ બાંધુ છું તેની સાથે મારે લગ્ન કરવાના? નાણાવટીને આ વાતથી ગુસ્સો આવ્યો અને તેમણે પ્રેમ આહુજાને ત્રણ ગોળી ધરબી દીધી.

પ્રેમ આહુજાનું ખૂન કર્યા બાદ નાણાવટી ત્યાંથી નીકળી ગયા હતા અને એપાર્ટમેન્ટના ગેટ પર ચોકીદાર સામે પોતાનો ગુનો કબૂલ્યો. ત્યારબાદ તેઓ કાયદા સમક્ષ હાજર થઇ ગયા હતા.

e1d2439b-bb54-4dca-96d8-828442f4bf59

જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે સમગ્ર દેશ નાણાવટીની સાઇડ પર હતો. કારણકે નાણાવટી એક દેશભક્ત નેવી ઓફિસર અને પોતાની પત્નીને વફાદાર પતિ હતા જ્યારે પ્રેમ આહુજાની ઇમેજ પ્લે બોય જેવી હતી. કોર્ટમાં તેમના પર કેસ ચાલ્યો અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. ત્યારબાદ તેમણે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ કરી. પરંતુ કોર્ટે હત્યા કેસના દોષી ઠેરવતા તેમની આજીવન કેદની સજા યથાવત રાખી. જોકે, લોક લાગણી અને રાજનૈતિક દબાણને કારણે નાણાવટીને ત્રણ વર્ષની જેલની સજા બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. તે પછી નાણાવટી આ બધાથી દૂર પોતાના પરિવાર સાથે કેનેડા શિફ્ટ થઇ ગયા હતા.

આજે આટલા વર્ષ બાદ ફરી ‘રૂસ્તમ’ ફિલ્મથી આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે. જેણે દેશની ન્યાયપાલિકાને હચમચાવી નાંખી હતી.

Next Story
Share it