/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/MOdi-Yogia-Adityanath.jpg)
ભાજપે સર કરેલા ઉત્તરપ્રદેશના શિખર બાદ મુખ્યમંત્રીનો તાજ કોના શિરે પહેરાવવો તેની મડાગાંઠ શરુ થઇ હતી. જેનો અંત આવ્યો છે અને આખરે સીએમની રેસમાં રહેલા યોગી આદિત્યનાથ પર ભાજપ હાઇકમાન્ડે પસંદનો કળશ ઢોળ્યો છે.
યુપી સીએમના દાવેદારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન મનોજ સિંહા, સાંસદ યોગી આદિત્યનાથ, પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિનેશ શર્મા, સહિત ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવ મૌર્ય મુખ્યમંત્રીની રેસમાં હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
જોકે યુપીના સીએમ કોણની આતુરતાનો અંત આવ્યો છે અને આખરે ભાજપ હાઇકમાન્ડે ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથને યુપીના સીએમ તરીકે ઘોષિત કર્યા હોવાનું જાણવા મળ્યુ છે, તારીખ 19મી ના રોજ યોગી આદિત્યનાથ તેમના મંત્રી મંડળ સાથે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે.
હિન્દુત્વના પરિબળના આધારે વિચારીએ તો યોગી આદિત્યનાથ સીએમ પદ માટેના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા, અને આખરે તેઓના શિરે ભાજપે સીએમનો તાજ પહેરાવ્યો છે.
જાણવા મળ્યા મુજબ તારીખ 18મી ના રોજ ગોરખપુર ના સાંસદ યોગી આદિત્યનાથને ખાસ પ્લેન મારફતે દિલ્હી બોલાવવા માં આવ્યા હતા, ત્યારથી જ તેઓ યુપીના સીએમ બનશે તે નિશ્ચિત હોવાની ભવિષ્યવાણી પણ કરવામાં આવી રહી હતી, જે આખરે સાચી ઠરી છે.