ઉમરગામ તાલુકાના એકલહરે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એકલહરે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.
[gallery td_gallery_title_input="ઉમરગામ તાલુકાના એકલહરે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરતા આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકર" td_select_gallery_slide="slide" size="large" ids="107339,107340,107337,107338"]
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતુ .ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતો જરૂરી છે. ગ્રામ પંચાયતને આધુનિક સાધનોથી સુસજ્જ કરવામાં આવી છે, રાજ્ય સરકારની ઓનલાઇન સેવાઓ અત્રે ઉપલબ્ધ બની છે. ગામમાં આવેલા સરકારી મકાનો એ ગામના ઘરેણાં છે, જેની સાચવણી કરવાની ગ્રામજનોની જવાબદારી છે. દરેક વિકાસકાર્યોમાં ગ્રામજનો સહયોગ આપે તો ગામનો વિકાસ ઝડપી બને છે. ૧૪મા નાણાપંચ હેઠળ આવતા નાણાંનો સદુપયોગ કરી ગામનો વિકાસ કરવો જાઇએ.
રાજ્ય સરકારે ગામના વિકાસ માટે દીર્ઘદૃષ્ટિ રાખી અનેક યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતની આવક બમણી કરવા માટે આધુનિક પદ્ધતિથી ખેતી કરવા તેમજ ખેતીલક્ષી યોજનાઓ, પાકવીમા યોજનાનો લાભ લેવા પણ જણાવ્યું હતું. વૃક્ષારોપણથી થતા ફાયદાઓ જણાવી દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીમાં સહયોગ આપે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ગામમાં સાંસ્કૃતિક ભવન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય આપવાની ખાતરી તેમણે આપી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલે આભારવિધિ આટોપી હતી. સરપંચ અમૃતભાઇ પટેલે ગામમાં થયેલા વિકાસકાર્યોની જાણકારી આપી ગામની બાકી સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્યસરકારના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
એકલારા પ્રા.શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કયા* હતાં. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, અગ્રણી મુકેશભાઇ પટેલ, સરપંચ અમૃતભાઇ પટેલ, તલાટી દીપાલીબેન પાટીલ, ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો, નરોત્તમભાઇ પટેલ, અમ્રતભાઇ પટેલ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજયમાં આજે નવા કોરોનાના કેસનો આંકડો 500ની પાર, નવા 529 કેસ નોંધાયા
29 Jun 2022 5:29 PM GMTભરૂચ: કલેકટર કચેરી નજીક વૃક્ષ પરથી સાપને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી...
29 Jun 2022 4:36 PM GMTઉદયપુરમાં થયેલ કન્હૈયાલાલની હત્યાની આગ અમદાવાદમાં ભભૂકી, VHP-બજરંગ દળે ...
29 Jun 2022 4:15 PM GMTભરૂચ: જિલ્લામાં આજે કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયા, વધતા કેસ ચિંતાજનક
29 Jun 2022 3:48 PM GMTજુનાગઢ : હવે, તમને પ્લાસ્ટિકના બદલામાં મળશે 'પ્રાકૃતિક' ભોજન, જુઓ...
29 Jun 2022 3:11 PM GMT