Connect Gujarat
ગુજરાત

એક જ ઘટનામાં જોવા મળ્યા માનવતાના બે ભિન્ન ચહેરા !

એક જ ઘટનામાં જોવા મળ્યા માનવતાના બે ભિન્ન ચહેરા !
X

સુરત સિવિલ હોસ્પિટલમાં એક ઘટનામાં જ્યાં એક કેન્સરગ્રસ્ત દીકરીની સારવાર માટે આવેલી મહિલા પાસેથી બે અજાણ્યા ઇસમો સોનાની કાનની બુટ્ટી, મંગલસૂત્ર અને 10 હજાર લુંટી ભાગી ગયા હતા. ત્યાં બીજી તરફ સિવિલ હોસ્પિટલની નર્સોએ મહિલાને મદદ માટે 11,182 રૂપિયાનો ફાળો ઉઘરાવી આપ્યો હતો તેમજ મહિલાની દીકરીના ઓપરેશનની પણ જવાબદારી સ્વીકારી હતી.

મળતી માહિતી મુજબ વનિતાબહેન છેલ્લા 15 દિવસથી પોતાની કેન્સરગ્રસ્ત દીકરીની સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવ્યા છે. ગુરૂવારે તેઓ દીકરી માટે ફાળો લેવા બહાર ગયા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ તેમને જણાવ્યું હતું કે સાહેબ આવી ગયા છે તમને બોલાવે છે.

unnamed (5)

ત્યારબાદ બંને શખ્સો વનિતાબહેનને લોક સેવા મેડિકલ સ્ટોરની લોબીમાં લઇ ગયા હતા. તેમજ તેમની પાસેથી સોનાની બુટ્ટી, મંગલસુત્ર અને 10,000 રૂપિયાની રોકડ રકમ પડાવી ફરાર થઇ ગયા હતા. વનિતાબહેન લુંટારૂઓ પાછળ ભાગ્યા પણ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે. લુંટારૂઓ સીસીટીવીમાં પણ કેદ થયા નથી તેથી મહિલાની મદદથી પોલીસે લુંટારૂઓની વધુ તપાસ હાથ ધરી હતી.

ઘટના અંગે ગુજરાત નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાંથી કેન્સર પીડિત દીકરીની માતાને લુંટી લેવાની ઘટના ખૂબ જ શરમજનક છે.

unnamed (7)

જોકે, ઘટના બાદ સિવિલ હોસ્પિટલની તમામ નર્સો વનિતાબેનની સહાય કરવા આગળ આવી હતી અને માત્ર 20 મિનિટમાં 11,182 રૂપિયાનો ફાળો ઉઘરાવી આપ્યો હતો. તેમજ વનિતાબહેનની કેન્સર પીડિત દીકરીના ઓપરેશનની જવાબદારી પણ આ નર્સોએ સ્વીકારી લીધી છે.

Next Story