એનસીટીના મુદ્દે અલગ અલગ માપદંડો બનાવવા માટે કરાયો આદેેશ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ બાદ જીપીસીબીએ પ્રદુષણના મુદે ઉદ્યોગો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. જીપીસીબીની કાર્યવાહીના પગલે નાના ઉદ્યોગો મરણ પથારીએ પડયાં છે અને તેઓ સરકાર પાસે મદદની માંગ કરી રહયાં છે. ઉદ્યોગોની કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ રાજીવ ગુપ્તાનું મહ્ત્વનું નિવેદન સામે આવ્યું છે.
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્રારા પ્રદૂષણની માત્રા વધી જતાં ઉદ્યોગો અને તેને લગતા નવા વિકાસ કાર્યો પર નિયંત્રણ બાબતે તેમણે કેટલીક સ્પષ્ટાઓ કરી છે. તેમણે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારના વોટર એક્ટ,એર એક્ટ અને એનવાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ મુજબ ઉદ્યોગો પાસે માપદંડનું પાલન જીપીસબી કરાવી રહી છે. 36,000 ઉદ્યોગો પાસેથી જીપીસીબી રિપોર્ટ મેળવીને નિરીક્ષણ કરીને એર અને વોટર પોલ્યુશનને કંટ્રોલ કરાવવા એક્શન લઈ રહી છે.જ્યાં સુધી એનસીટી નો પ્રશ્ન છે ત્યાં સુધી કેન્દ્ર સરકાર અને જીપીસીબીને નવો આદેશ કર્યો છે કે,કે તેમના દ્રારા અલગ અલગ માપદંડો બનાવવામાં આવે અને તેનું પાલન કરવામાં આવે.