એશિયા કપ 2018 : આજે ભારત બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ

New Update
એશિયા કપ 2018 : આજે ભારત બાંગ્લાદેશ વચ્ચે ફાઇનલ

આજ રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ રમાવાની છે. ચાર વર્ષ બાદ ફરી એક વખત ઈન્ડિયન ટાઇગર્સ અને બેંગાલ ટાઇગર્સ એશિયાકપની ફાઇનલમાં આમને-સામને થવાના છે.

પાકિસ્તાનને પછાડીને ફાઇનલમાં પહોંચેલા બાંગ્લાદેશની ટીમ અત્યારે તો ઈજાગ્રસ્ત ખેલાડીઓના કારણે ઝઝૂમી રહી છે. બીજી તરફ ભારતીય ટીમમાં પણ ઈજાની સમસ્યા મોટી છે. આ સંજોગોમાં ભારતીય ટીમ ચેમ્પિયન બનશે કે કેમ તે શુક્રવારે જ ખબર પડશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની હરીફાઈ ધીમે ધીમે કટ્ટરતાના સ્તરે વધી રહી છે. ચાર વર્ષ પહેલાં પણ ભારત અને બાંગ્લાદેશ એશિયા કપની ફાઇનલમાં ટકરાયા હતા. તે સમયે શિખર ધવને અડધી સદી ફટકારી હતી અને ભારતનો આઠ વિકેટે વિજય થયો હતો. ચાર વર્ષ બાદ ફરી એક વખત કટ્ટર હરીફો આમને-સામને થવાના છે.

૧૧ વખત ભારત અને બાંગ્લાદેશ એશિયા કપમાં ટકરાયા છે જેમાં ૧૦ વખત ભારતનો વિજય થયો છે જ્યારે બાંગ્લાદેશ એક જ વખત જીત્યું છે.

૩૨૩ રન શિખર ધવને તાજેતરમાં રમાઈ રહેલી એશિયા કપની કુલ મેચમાં બનાવ્યા છે. બીજી તરફ ભારતીય સુકાની રોહિત શર્માએ કુલ ૨૬૯ રન બનાવ્યા છે. આ સિરીઝમાં તેમના વચ્ચે જ મેન ઓફ ધ સિરીઝ બનવાની સ્પર્ધા ચાલી રહી છે.