New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-7-4-e1473336842789.jpg)
ઓડી શબ્દ સંભળાય તે સાથે જ જે મોડેલ નજર સામે આવે તે છે ઓડી A4. જે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં સફળ રહ્યું છે.
તાજેતરમાં ભારતમાં ઓડી દ્વારા નવી બ્રાન્ડ 2016 Audi A4 લોન્ચ કરવામાં આવી છે. આ મોડેલ અગાઉના મોડેલ કરતા વધુ આરામદાયક અને મોટું છે. તે ટેક્નોલોજી અને પરફોર્મન્સ વાઇઝ પણ અગાઉના મોડેલ કરતા શ્રેષ્ઠ છે.
જોકે, ઓડીએ તેનું આ મોડેલ ડિઝલ એન્જિન સાથે નહી પણ પેટ્રોલ એન્જિનમાં લોન્ચ કર્યું છે. લોન્ચ કરવામાં આવેલી ઓડી કારના આ નવા મોડેલની કિંમત 38.1 લાખથી શરૂ થાય છે.