/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/lala-land.jpg)
ફિલ્મ ક્ષેત્રનો સૌથી પ્રતિષ્ઠિત એવા ઓસ્કાર એવોર્ડ 26 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે, ત્યારે આ વખતના 89 માં ઓસ્કાર એવોર્ડની ફાઇનલ નોમિનેશનની લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. જેમાં હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં સાત એવોર્ડ જીતી ચુકેલી "લા લા લેન્ડ " 14 કેટેગરી સાથે સૌથી વધુ કેટેગરીમાં નોમિનેટ થઇ હતી.
લા લા લેન્ડ સિવાય મૂનલાઇટ, માન્ચેસ્ટર બાય ધ સી, હિડન ફિગર્સ, લાયન, ફેસેસ, અરાઈવલ, હેક્સા રીજ અને હેલ તેમજ ફાઈવ વોટર ને પણ બેસ્ટ ફિલ્મ ની કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ.
દેવ પટેલની ઓસ્ટ્રેલિયન ડ્રામા ફિલ્મ લોયનને પણ આમાં સ્થાન મળ્યુ છે. જે કોલકાતામાં રહેનાર એક બાળકની સ્ટોરી છે.અને તેની આ ફિલ્મ માટે દેવેન બેસ્ટ સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં પણ નોમિનેટ થયો છે.દેવેન પટેલ અગાઉ સ્લમડોગ મિલિયોનેર માં પણ કામ કરી ચુક્યો છે.