New Update
ભરૂચના સ્ટેશન રોડ પરનો બનાવ
આધેડ સસરાએ પુત્રવધૂને માર્યો માર
પતિના નિધન બાદ સસરા સંબંધ રાખવા દબાણ કરતા હોવાના આક્ષેપ
સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા
સામા પક્ષે પણ નોંધાઇ પોલીસ ફરિયાદ
ભરૂચના સ્ટેશન રોડ પર મીની ડાયમંડ જનરલ સ્ટોરમાં ઘૂસીને સસરાએ વિધવાને માર મારતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં બે સંતાનની વિધવા એક દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેની જ વિધવા સાસુને નજીકમાં જ રહેતા વિધર્મી યાકુબ યુસુફ પટેલ સાથે પ્રેમાલાપ થતા બંને પતિ-પત્નીની જેમ રહેતા હોય અને તે દરમિયાન યાકુબ યુસુફ પટેલની દાનત વિધવા પુત્રવધુ પર બગડતા વારંવાર યાકુબ પટેલ અડપલા કરતો હોવાના આક્ષેપ પોલીસ ફરિયાદમાં કરવામાં આવ્યા છે.આ બાબતે યાકુબ પટેલે તેની પુત્ર વધુને માર મારી ઇજા પહોંચાડી હતી.આ અંગેની ફરિયાદ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.આ તરફ યાકુબ યુસુફ પટેલ તરફે તેની પત્ની દક્ષાએ પણ પોતાની વિધવા પુત્રવધુ તથા તેના જ પુત્ર સંકેત પટેલ સામે પણ મારામારી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી છે
Latest Stories