Connect Gujarat
ગુજરાત

કચ્છ: તળાવમાં શ્રીફળ લેવા જતા યુવાનનું મોત

કચ્છ: તળાવમાં શ્રીફળ લેવા જતા યુવાનનું મોત
X

કચ્છના લખપત તાલુકાના દોલતપર ગામે તળાવ વધાવતી વખતે શ્રી ફળ લેવા માટે તળાવ માં પડેલા યુવકનું ડૂબી જવાથી મોત થતા ઉત્સાહનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો.

લખપતના દોલતપર ગામનું તળાવ ઓગની જતા ગ્રામજનો વાજતે ગાજતે તળાવ વધાવવા પહોંચ્યા હતા. ત્યારે તળાવમાં પધરાવેલું શ્રી ફળ લેવા જતા યુવાન ડૂબ્યો હતો અને પાણીમાં વધુ સમય ન રહી શકતા મોતને ભેટ્યો હતો. હતભાગીનુ નામ સાલેમામદ અકબર સુમરા હોવાનું જાણવા મળ્યું છે. ગામના તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો હતો.ઉત્સાહનો માહોલ માતમમાં ફેરવાઈ જતા ગ્રામજનોમાં અરેરાટી મચી ગઇ હતી.

Next Story