Connect Gujarat
ગુજરાત

કચ્છ : ધુળેટીમાં રંગોની સાથે માણી શકશો રેતીની મોજ, માર્ચ સુધી ચાલશે રણોત્સવ

કચ્છ : ધુળેટીમાં રંગોની સાથે માણી શકશો રેતીની મોજ, માર્ચ સુધી ચાલશે રણોત્સવ
X

વિશ્વફલક પર

સ્થાન પામી ચૂકેલા કચ્છના રણોત્સવને ચાલુ વર્ષે પ્રથમવાર માર્ચ મહિના સુધી લંબાવવામાં

આવ્યો છે. સરકારના આ નિર્ણયથી સહેલાણીઓ હોળી અને ધુળેટીના પર્વને રંગોની સાથે

રેતીની મોજ સાથે માણી શકશે.

કચ્છમાં

પાછોતરા વરસાદના કારણે ધોરડોના સફેદ રણમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે

નવેમ્બરમાં શરૂ થયેલા સફેદ રણની રંગત ડિસેમ્બરના મધ્યમાં જામી હતી. વરસાદી પાણી

ભરાઈ જવાના કારણે મોડા શરૂ થયેલાં રણોત્સવને પ્રવાસીઓ વધારે સમય માણી શકે તે માટે

તેને 12 માર્ચ સુધી

લંબાવવામાં આવ્યો છે. સામાન્ય રીતે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનામાં સમાપ્ત થતો રણોત્સવ આ

વર્ષે એક માસ વધુ લંબાવાયો છે. જેના કારણે પૂનમ ઉપરાંત હોળી તથા ધૂળેટીની ઉજવણી પ્રવાસીઓ સફેદ રણમાં કરી

શકશે. અત્યારે નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દેશ અને વિદેશમાંથી આવેલાં

પ્રવાસીઓની હાજરી સફેદ રણમાં જોવા મળી રહી છે. પ્રવાસીઓના ધસારાના લીધે હોટલ અને

રિસોર્ટ પણ હાઉસફુલ બન્યા છે. રણોત્સવ લંબાઈ જતા ફાગણી પૂનમનું નયનરમ્ય દ્રશ્ય

જોવાનો આનંદ પણ સહેલાણીઓ ઉઠાવી શકશે.

Next Story
Share it