કચ્છ : ધ્રોબાણાની હુસેની વાંઢ પ્રાથમિક શાળામાં પડ્યા છત પરથી પોપડા

કચ્છ જિલ્લામાં ભુજ તાલુકાના ખાવડા પંથકના ધ્રોબાણા ગામમાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ધ્રોબાણાની હુસેની વાંઢ પ્રાથમિક શાળામાં છત પરથી પોપડા પડ્યા હોવાની ઘટના સામે આવી છે.
[gallery size="full" td_select_gallery_slide="slide" ids="112174,112175,112176,112177"]
ધ્રોબાણાની હુસેની વાંઢ પ્રાથમિક શાળા બંધ કર્યા બાદ સવારે શાળા ખોલતા મોટા પ્રમાણમાં છત પરથી પોપડા પડેલા જોવા મળ્યા હતા. તસ્વીરોમાં જોઈ શકાય તેમ છતનો ભાગ મોટા પ્રમાણમાં ધરાશાઈ થયો છે, અને છતમાં રહેલ સળિયા પણ દેખાઈ રહ્યા છે. પરંતુ, જોવામાં તો શાળાનું બાંધકામ નવું હોય તેવું લાગે છે. પણ પોપડા કઈ રીતે પડ્યા તે તપાસનો વિષય છે.
ધ્રોબાણામાં ભ્રષ્ટાચારથી મકાનનું બાંધકામ થયું હોવાની લોકોમાં ચર્ચાઓ ઉઠવા પામી છે. જો ચાલુ શાળા દારમ્યાન છત પરથી પોપડા પડવાની ઘટના બની હોત તો અનેક છાત્રોને ઇજા પહોંચત પણ સદભાગ્યે એવી કોઈ ઘટના બની નથી. હાલ તો, કચ્છનું પ્રાથમિક શિક્ષણ તંત્ર આ બાબતે યોગ્ય તપાસ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.