કચ્છ : ભુજના એએસઆઈ ઉમર ઈસ્માઈલ નોડે એ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

પશ્ચિમ કચ્છ પોલીસ દળના આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઉમર ઈસ્માઈલ નોડે એ ભુજમાં તેમના નિવાસસ્થાન કેમ્પ એરીયા નજીક લાલ બંગ્લો તરીકે ઓળખાતી ખંડેર ઈમારતમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે , ભુજમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા 48 વર્ષીય ઉમરભાઈ ઇસ્માઇલ નોડેએ શહેરના કેમ્પ એરિયામાં જર્જરિત અને અવાવરું મકાનમાં ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.ઘટના અંગે જાણ થતાં ભુજ બી ડિવિઝનના પીઆઈ એમ.જે.જલુ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.મૃતક ઉમર નોડે લાંબા સમયથી એસપી ઑફિસમાં એમઓબી શાખામાં ફરજ બજાવતા હતા. તાજેતરમાં જ વિવિધ પોલીસકર્મીઓની થયેલી સામૂહિક બદલી અંતર્ગત તેમની મુંદરા મરીન પોલીસ મથકમાં ટ્રાન્સફર થઈ હતી. તેમનો એક પુત્ર ઘણા સમયથી માનસિક અસ્વસ્થ છે અને અન્ય એક સંતાનને ડાયાબિટીશ છે. જે બાબતને લઈ તે સતત ચિંતિત અને અસ્વસ્થ રહેતા હતા.માનસિક તાણમાં આવી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભુજ બી ડિવિઝન પોલીસે બનાવ અંગે આગળની તપાસ શરૂ કરી છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
અમદાવાદ : જગન્નાથ રથયાત્રામાં નિજ મંદિરથી દરિયાપુર સુધી સંવેદનશીલ...
28 Jun 2022 11:50 AM GMTપાવાગઢ પર્વતની ઢંકાયેલી સુંદરતા બહાર આવી, જુઓ પ્રાકૃતિક નજારો
28 Jun 2022 11:41 AM GMTરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહા ગાંધીનગર આવશે, કોંગ્રેસ ધારાસભ્યો...
28 Jun 2022 11:32 AM GMTસુરત : અન્ય રાજ્યના વેપારીઓની અવર-જવર શરૂ થતા કાપડના વેપારીઓને...
28 Jun 2022 11:15 AM GMTઅંકલેશ્વર : ટી.એમ.શાહ એન્ડ એ.વી.એમ. વિદ્યામંદિર શાળાના વિદ્યાર્થીઓએ...
28 Jun 2022 11:12 AM GMT