/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/05174204/maxresdefault-48.jpg)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભુજ તાલુકાના બળદીયા ગામે અબજી બાપાની છતરડીમાં અબજી બાપા સતામૃત મહોત્સવમાં ઉપરાંત ઉપલાવાસમાં આવેલા સહજાનંદ સ્પોર્ટસ ક્લબ મેદાનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન મુખવાણી વચનામૃત દ્વિશતાબદી મહોત્સવમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે મણિનગર ગાદી સંસ્થાનના અધ્યક્ષ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી ખાસ હાજર રહ્યા હતાં. વહીવટીતંત્ર સાથે યોજાયેલી બેઠકમાં ભુજોડી ઓવરબ્રિજ, નર્મદા કેનાલ સંપાદન અને ભુજીયા સ્મૃતિવન પ્રોજેકટ સંદર્ભે અધિકારીઓ સાથે ગોષ્ટિ કરી હતી. કચ્છ જિલ્લામાં વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના હોવાથી તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી.
ગુજરાતના દરિયા કિનારે બુધવારે રાત્રિના સમયે મહા વાવાઝોડું ત્રાટકવાની શકયતાને પગલે રાજય સરકાર સજજ બની છે. વાવાઝોડાથી જાનમાલની હાનિ રોકવા માટે વિવિધ સ્થળોએ NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું કે, હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ “મહા” વાવઝોડાની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા ગંભીરતા દાખવી તમામ જિલ્લાના કલેક્ટર, મામલતદાર, મેડિકલ તેમજ ડીજીવીસેલ સહિતના વિભાગોના અધિકારીઓને સ્ટેન્ડ ટુ કરવામાં આવ્યા છે. રાજ્યમાં NDRFની 30 ટીમ અને SDRFની 15 ટીમને તૈનાત રાખવામાં આવી છે. જો “મહા” વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તો શું કરવું તે અંગે પણ રાજ્ય સરકાર દ્વારા સુચારું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, કમોસમી વરસાદને કારણે જે કઈ પણ નુકશાન થયું છે, તે અંગે કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે અસરગ્રસ્તોને સહાયની ચૂંકવણી કરવામાં આવશે.
/connect-gujarat/media/media_files/2025/08/14/img_5195-2025-08-14-21-46-30.jpeg)