Connect Gujarat
ગુજરાત

કચ્છ : રામ મંદિર અંગેના ચુકાદાને કચ્છી માંડુઓએ રાખ્યો “શિરોમાન્ય”

કચ્છ : રામ મંદિર અંગેના ચુકાદાને કચ્છી માંડુઓએ રાખ્યો “શિરોમાન્ય”
X

કચ્છ

જિલ્લાના વડામથક ભુજમાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ શાંતિપુર્ણ માહોલ જોવા મળી રહયો

છે. કચ્છના હીંદુ તથા મુસ્લિમ આગેવાનોએ કોર્ટના ચુકાદાને શિરોમાન્ય રાખી શાંતિ

જાળવવા અપીલ કરી છે.

લાંબા સમયથી ચાલતા અયોધ્યા વિવાદ મામલે દેશની

સર્વોચ્ચ ન્યાયાલયે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે ત્યારે કચ્છના રાજકીય સામાજિક

આગેવાનો સાથે સંતોએ પણ આ ચુકાદાને આવકાર્યો છે. ભુજના કબીરદાસજી મંદિરના મહંત કિશોરદાસજી મહારાજ,અખિલ ક્ચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ

ઇબ્રાહિમ હાલેપોત્રા, વિશ્વ હિન્દૂ પરિષદના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ વાઘેલા

અને જિલ્લા ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કર સહિતના અગ્રણીઓએ જણાવ્યું કે,સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપ્યો છે તે બંને પક્ષે

માન્ય રાખવો જોઈએ અને જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તેવા પ્રયાસો સાથે

કચ્છની કોમી એકતા બરકરાર રહે તેવી અપીલ કરી છે.

Next Story