કપિલ શર્મા પોતાનાં નવા શો સાથે કરશે એન્ટ્રી

New Update
કપિલ શર્મા પોતાનાં નવા શો સાથે કરશે એન્ટ્રી

કપિલ શર્મા ફરી એક વાર ધ કપિલ શર્મા શો કરતો જોવા મળશે. ચેનલના અધિકારી અને બિઝનેસ હેડના જણાવ્યા પ્રમાણે કપિલ જલ્દી ફરી પાછો ફરશે. અભિનેતા હાલ પોતાની આગામી ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. એ પછી તે આ શો સાથે ચેનલ પર ધમાકેદાર રીતે પાછો ફરશે. ચેનલે ઓગષ્ટમાં કપિલ અને તેના શોને વિરામ આપવાની ઘોષણા કરી હતી.

ચેનલનાં એક પ્રવકતાએ ત્યારે કહ્યું હતું કે કપિલ અને ચેનલના અધિકારીઓએ સાથે મળીને આ શોને થોડો વિરામ આપવાનો નિર્ણય લીધો હતો. કપિલ પર કામનું ભારણ વધુ પડતું હોવાથી તેનું સ્વાસ્થ્ય નબળું રહેતું હતુ, હવે તેની ફિલ્મ રિલીઝ બાદ તે ફરી નવીનતા સાથે લોકોનું મનોરંજન કરવા પાછો ફરશે.