ગત લોકસભાની કારમી હાર બાદ કોંગ્રેસ હવે એક્શન મોડ માં આવી ગઈ છે,અને કોંગ્રેસ પાર્ટી હવે સિનિયર નેતાઓને પણ બક્ષવાના મૂડમાં ના હોય એમ જણાઈ રહ્યું છે તો એવાજ સમાચાર કર્ણાટક થી મળી રહ્યા છે. કર્ણાટકમાં કોંગ્રેસના નેતા અને ધરાસભ્ય રોશન બેગને પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિએ પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે રોશન બેગ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.ઉલ્લેખનીય છે કે રોશન બેગ દ્વારા પોતાનીજ પાર્ટીને સવાલોના વમળમાં ઘેરી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી ફક્ત મુસ્લીમોના વોટ નો ઉપયોગ કરે છે અને સાથે સાથે કોંગ્રેસ હવે મુસ્લીમોના મન માં ડર પણ ઊભો કરી રહી છે. અને આ સવાલોના કારણે કર્ણાટક પ્રદેશ સમિતિએ એઆઇસીસી ની પ્રસ્તાવ મોકલ્યો હતો જનો સ્વીકાર કરી એઆઇસીસી એ તાત્કાલિક ધોરણે રોશન બેગ ને સસ્પેન્ડ કરતાં કોંગ્રેસ બેડામાં હડકંપ મચી ગયો હતો.

 

LEAVE A REPLY