Connect Gujarat
ગુજરાત

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે સતર્કતા જાગૃતિ સ પ્તાહ-૨૦૧૯ની કરાઇ ઉજવણી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે સતર્કતા જાગૃતિ સ પ્તાહ-૨૦૧૯ની કરાઇ ઉજવણી
X

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે ભ્રષ્ટાચાર નાબૂદી અંગે જાગૃતિ કેળવાય તે હેતુથી સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના વરિષ્ઠ

વૈજ્ઞાનિક અને વડા ર્ડા.જી.જી.ચૌહાણે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર આપણા દેશની

આર્થિક,રાજનીતિક અને સામાજીક પ્રગતિની રાહમાં

મુખ્ય મુશ્કેલીઓમાંની એક છે. ભ્રષ્ટાચાર એક વૈશ્વિક સમસ્યા છે.ભ્રષ્ટાચાર નાબૂદી

અંગેની જાગૃતિ કેળવાય તે અત્યંત આવશ્યક છે.

તેમણે ભ્રષ્ટાચારના વિવિધ પાસાઓ વિશે વધુમાં જણાવ્યું

હતું કે ભ્રષ્ટાચાર એટલે પોતાના અંગત સ્વાર્થ માટે સાર્વજનિક શક્તિનો દુરૂપયોગ. ભ્રષ્ટાચાર

નામની આ ગંભીર બિમારી સામાન્ય માણસથી લઇ મોટી હસ્તીઓને પણ લાગુ પડે છે.

ભ્રષ્ટાચારના નિવારણ માટે સરકાર અને નાગરિકો એક સાથે મળીને કામ કરવાની તાકીદ

કરવામાં આવી હતી.

આપણે બધાએ પોતાના કર્તવ્યનું ઈમાનદારીથી પાલન કરવાની,સત્યનિષ્ઠા,ભય અથવા પક્ષપાત વગર કામ

કરવાની અપીલ કરવામાં આવી હતી. આપણે કોઇને લાંચ આપવી નહીં અને લાંચ લેવી નહીં એ

વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને ભ્રષ્ટાચાર વિશેની દરેક બાબત યોગ્ય પ્રશાશન

સંસ્થાને જાણ કરવી જાઈએ.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લામાંથી ૧૨૦ થી વધારે ખેડૂત

ભાઈ-બહેનોએ કૃષિવિજ્ઞાન કેન્દ્ર વઘઇ ખાતે ઉપસ્થિત રહી ભ્રષ્ટાચાર નાબૂદીમાં સહકાર

આપવા પ્રતિજ્ઞા પણ લીધી હતી.

Next Story