કેટરિના ફરી એકવાર રીતિક અને રણવીર સાથે જોડી જમાવશે

New Update
કેટરિના ફરી એકવાર રીતિક અને રણવીર સાથે જોડી જમાવશે

થોડા સમય પહેલા જ નિર્માતા રાકેશ રોશને ઋત્વિકના જન્મદિવસ પર ક્રિશ ફિલ્મના ચોથી આવૃતિની ઘોષણા કરી હતી. ત્યાર થી ફિલ્મની અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી રહી છે. પ્રિયંકા ચોપરા હોલીવૂડમાં વ્યસ્ત હોવાથી તેે તો આ ફિલ્મનો હિસ્સો નહી બને એ સ્પષ્ટ હતું. આથી હવે કેટરિના કૈફનું નામ ચર્ચાઇ રહ્યુ છે.

કેટરિના હાલ શાહરૃખ ખાનની 'ઝિરો' અને આમિર ખાન સાથે 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મો બાદ તે ક્રિશ-ફોરનું શૂટિંગ કરશે તો ફિલ્મ 'જિંદગી ના મિલેગી દોબરા' અને 'બેંગ બેંગ'ની આ જોડી ફરી રૃપેરી પડદે જોવા મળશે.

તો બીજી બાજુ નિર્માતા કબિર ખાને પણ એની આગામી ફિલ્મ '83'માં રણવિર સિંહની સામે કેટરિના કૈફને લેવાનો નિર્ણય કર્યા છે. કેટ કબિરખાનની 'એક થા ટાઇગર' અને 'ન્યુયોર્ક' જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છેે. અને કબિર અને કેટરિના સારા મિત્રો પણ છે. આથી કેટરિના રણવિર સિંહ અને ઋત્વિક રોશન બંનેની સાથે જોડી જમાવે એવી શક્યતા છે.