કેવડિયા ખાતે નવા ટ્રાફીક પોલીસ મથકની મંજૂરી, 85નો સ્ટાફ બજાવશે ફરજ

New Update
31મી ઓક્ટોબરે થવાનું છે લોકાર્પણ, સ્ટેચ્યુ ઓફ યુનિટીને જૂઓ ડ્રોનની નજરે

સરદાર પટેલના જન્મ દિવસને સમગ્ર રાષ્ટ્ર ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ તરીકે ઉજવશે

રાષ્ટ્રની એકતા- અખંડિતતા અને સુરક્ષા સુદ્રઢ થાય તે માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે : ગુજરાતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ગૌરવભેર ઉજવણી થશે

રાજ્યમાં તમામ પોલીસ એકમો જિલ્લા મથકો અને મહાનગરો ખાતે રન ફોર યુનિટી મેરેથોન દોડનું આયોજન : રાષ્ટ્રીય એકતા અખંડિતતાના શપથ લેવાશે. વિદ્યાર્થીઓ દ્વારા એકતા રેલી અને જિલ્લા મથકો - મહાનગરોમાં પોલીસ બેન્ડ ડિસ્પ્લે યોજાશે. સ્થાનિક પોલીસ દ્વારા શહીદોના પરિવાર અને શાળાઓની મુલાકાત લઇ શહીદોનું ગૌરવ વધે તે માટે શ્રધ્ધાંજલી પાઠવાશે. રાજ્યના તમામ ૬૪૮ પોલીસ સ્ટેશનો દ્વારા નવી દિલ્હી ખાતે નવ નિર્મિત ૩૫ હજાર શહીદ પોલીસ કર્મીની સ્મૃતિને સાંકળતા નેશનલ પોલીસ મેમોરીયલથી નાગરિકોને માહિતગાર કરાશે

ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઇ પટેલની રાષ્ટ્રભાવના અને દૂરદર્શિતાથી સમગ્ર દેશ સાક્ષી છે. આઝાદી બાદ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા માટે સરદાર પટેલે કૂનેહપૂર્વક કાર્ય કરી, રજવાડાને એક કરી અખંડ ભારતના આપણા સપનાને સાકાર કર્યું છે. ત્યારે સમગ્ર દેશ ગુજરાતના સપૂતના જન્મદિન ૩૧મી ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવશે. ગુજરાત રાજ્યમાં પણ રાષ્ટ્રીય એકતા દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

publive-image

મંત્રીશ્રી જાડેજાએ ૩૧મી ઓક્ટોબર રાજ્યભરમાં થનારી રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી સંદર્ભે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની એકતા અખંડિતતા અને સુરક્ષાને સુદ્રઢ બનાવવાના સંકલ્પ સાથે દેશ ભરમાં સરદાર પટેલ જન્મ જંયતિને રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. તદ્દનુસાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં આ દિનની ગૌરવભેર ઉજવણી થશે. વિશ્વની સૌથી ઉંચી એવી સરદાર પટેલની પ્રતિમા - સ્ટેચ્યુ ઓફ યુનીટીનું વડાપ્રધાનશ્રી રાષ્ટ્રાર્પણ કરશે. આ ઉપરાંત સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લા મહાનગરો ઉપરાંત તમામ પોલીસ એકમો એટલ કે ૩૪ પોલીસ જિલ્લા, ચાર મહાનગરો અને ૧૮ એસ.આર.પી. જૂથોના સહયોગથી રાજ્યભરમાં ‘‘રન ફોર યુનિટી’’ મેરથોન દોડનું આયોજન કરાયું છે. મેરેથોન દોડની શરૂઆત ઉપસ્થિત તમામ નાગરિકો રાષ્ટ્રીય એકતા અખંડિતતા અને સુરક્ષાને સુદ્રઢ કરવાના પોતાના યોગદાન માટે શપથ લઇ સંકલ્પબધ્ધ થશે.

આ દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનો તરફથી જે તે વિસ્તારના શહિદોના પરિવાર અને શાળાઓની મુલાકાત લેવામાં આવશે અને શહિદોનું ગૌરવ વધે તે માટે શ્રધ્ધાંજલિ અર્પવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ૨૧ ઓક્ટોબરે પોલીસ સંભારણા દિને નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરના ૩૫ હજાર જેટલા શહિદ પોલીસ કર્મચારીઓની સ્મૃતિને પ્રદર્શિત કરતા મ્યુઝિયમ નેશનલ પોલીસ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું. જેના વિશે જાણકારી અને લોક ભારતી માટે પ્રયાસો કરાશે.

રાજ્યભરમાં ૩૧મી ઓક્ટોબરે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિને જિલ્લા - શહેરોમાં પોલીસ બેન્ડ ડિસ્પ્લે કાર્યક્રમો પણ યોજાશે. અલગ-અલગ પોલીસ એકમો તરફથી શાળા - કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એકતા રેલી પણ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્વયંમસેવી સંસ્થાઓ - સંગઠનો -યુવા મંડળો - મહિલા મંડળોના સહયોગથી રાષ્ટ્રીય એકતા દિને રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે અને દેશની એકતા- અખંડિતતાને કાયમ રાખનારા લોહપુરૂષ સરદાર પટેલને સાચી શ્રધ્ધાંજલી અર્પશે તેમ પણ મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું.

Latest Stories