કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2019 માટે તેના વધુ 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૌથી પ્રમુખ નામ કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા છે. જે મધ્યપ્રદેશની ગુના બેઠકથી લોકસભાની ચૂંટણી લડશે.મધ્યપ્રદેશની ગુના બેઠક સિંધિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે.

ઉપરાંત પંજાબના આનંદપુર સાહિબથી મનીષ તિવારીને ટિકિટ આપવામાં આવી છે. મધ્યપ્રદેશ માટે કોંગ્રેસ ત્રણ બેઠકોની જાહેરાત કરી છે. જેમાં વિદિશા બેઠક પરથી કોંગ્રેસે શેલેન્દ્ર પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અને રાજગઢથી શ્રીમતી મોના સુસ્તાની કોંગ્રેસના ઉમેદવાર છે. વિદિશા બેઠકને બીજેપીની ગઢ માનવામાં આવે છે. જોકે અત્યાર સુધી બીજેપીએ આ બેઠક પરથી તેના ઉમેદવારના નામની જાહેરાત કરી નથી.

આ સિવાય આ લિસ્ટમાં કોંગ્રેસ બિહારની બાલ્મીક નગરથી શાશ્વત કેદારને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરની લદ્દાખ બેઠકથી રિગજિન સ્પલબારને ટિકિટ આપવામાં આવી છે. પંજાબના સંગરૂર બેઠકથી કેવલ સિંહ ઢિલ્લનને ટિકિટ મળી છે. આ સાથે પાર્ટીએ અત્યાર સુધી કુલ 386 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.

 

LEAVE A REPLY