/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/055.jpg)
રાપરના પદમપર નજીક રેલવે ટ્રેક પર એક કારચાલકે કાર ચઢાવી દેતાં દોડધામ મચી ગઈ હતી. કારણ કે, ટ્રેક પર ડસ્ટર કાર ફસાઈ ગઈ હતી. બરાબર તે જ સમયે ધસમસતા વેગે દાદર-ભુજ ટ્રેન ગાંધીધામ તરફ આવી રહી હતી.
જો કે, ટ્રેનનો ચાલક દૂરથી જ ટ્રેક પર કાર ફસાયેલી જોઈ પરિસ્થિતિ પામી ગયો હતો. અને તેણે બ્રેક મારી દેતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ટ્રેનના મુસાફરો અને આસપાસના એકઠાં થઈ ગયેલાં લોકોએ કારને ઊંચકીને ટ્રેકની બહાર કાઢી હતી.
આ ઘટનાના પગલે દાદર-ભુજ એક્સપ્રેસ વીસથી ત્રીસ મિનિટ સુધી મોડી પડી હતી રેલવે ના જણાવ્યા મુજબ , જે જગ્યાએ આ બનાવ બન્યો ત્યાં ટ્રેકના ડબલીંગનું કામ ચાલી રહ્યું છે. આથી ટ્રેકની આસપાસની જમીન સમથળ બનાવાયેલી છે. સંભવતઃ કારચાલક સમથળ જમીન પર કાર હંકારતાં હંકારતાં ટ્રેક પર ચઢી ગયો હશે. આ એક ગંભીર બેદરકારી અને ગુનાહિત કૃત્ય બદલ કારચાલક વિરુધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે.