/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dahoda-1-e1565327978976.jpg)
દાહોદ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે નદી-નાળાઓ છલકાયા પામ્યા છે. ગરબાડા તાલુકામાં ભારે વરસાદના કારણે ખજુરીયા ગામનું તળાવ મા ગાબડું પડતાં તંત્ર હરકતમાં આવીને 209 લોકોને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં મેઘા મહેરબાન બનતા ક્યાંક ઝરમર તો ક્યાંક સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે ગરબાડા ઝાલોદ ફતેપુરા પંથકમાં સારો વરસાદ વરસવા થી નદી નાળાઓ છલકાઇ બે કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદના પગલે કોરો પર આવેલ નાળા ઓ ધોવાઈ જવા પામ્યા છે. જ્યારે ગરબાડા તાલુકાના ખજુરીયા ગામે આવેલ તળાવ ઓવરફ્લો થતા આમણા નજીક ગાબડું પડ્યું છે જેથી ગાબડામાંથી પાણી વહેવાનું શરૂ થતાં ગ્રામજનો અને વહીવટી તંત્ર હરકતમાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી મામલતદાર સહિત જિલ્લાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તાબડતોડ નીચાણ્વાળા વિસ્તારોમાં અસર કરી શકે તેવા પરિવારજનોને સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ તમામ પરિવારજનો ના 209 વ્યક્તિઓ અને ગામની પ્રાથમિક શાળામાં આશરો આપવામાં આવ્યો છે. તેમજ તેમને જમવા રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ તળાવની પાળનું યુદ્ધના ધોરણે જેસીબી દ્વારા સમારકામ કરવામાં આવી રહ્યું છે.