New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/DGYQybVXgAAuu-1.jpg)
બનાસકાંઠામાં સર્જાયેલી વરસાદી તારાજીમાં પૂરગ્રસ્ત લોકોને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મળ્યા હતા, અને તેમને સાંત્વના પાઠવી હતી.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બનાસકાંઠાનાં પૂર પીડિતોને મળ્યા હતા. અને તેઓની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સહિતનાં કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાહુલ ગાંધી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, માલોતરા સહિતના ગામના પૂર અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા, અને અસર ગ્રસ્તોને સાંત્વના પાઠવી હતી.
રાહુલ ગાંધીએ ભાજપ સરકારને નિશાન બનાવીને જણાવ્યુ હતુ કે દાવા કરવા સરળ છે પરંતુ કામ કરવુ મુશ્કેલ છે. રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યુ હતુ કે જે લોકોને પણ મળીને પૂછી રહ્યા છીએ તે લોકોને સરકારની મદદ મળી નહોવાનું પીડિતો જણાવી રહ્યા છે.