Connect Gujarat
ગુજરાત

ગુજરાત માં ભાજપ દ્વારા મિશન 2017 ને ધ્યાનમાં રાખીને લેવાયા મહત્વના નિર્ણયો 

ગુજરાત માં ભાજપ દ્વારા મિશન 2017 ને ધ્યાનમાં રાખીને લેવાયા મહત્વના નિર્ણયો 
X

ગુજરાત માં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રદેશ ભાજપ દ્વારા કવાયત શરુ કરવામાં આવી છે,રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ના અધ્યક્ષતા હેઠળ બે દિવસની ચિંતન શિબિરમાં મિશન 2017ને પાર પાડવા માટે મહત્વના નિર્ણયો લેવાયા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.

ગુજરાત વિધાનસભા ની ચૂંટણી આગામી વર્ષ 2017 માં યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા પોતાના આ ગઢને સાચવી રાખવા અને બહુમતીથી વિજય બનીને સત્તા ના સુકાન સંભાળવા માટે ચૂંટણી ની આગોતરી તૈયારીઓ શરુ કરી છે.

ગુજરાત ના બાવળા પાસેના કેન્સવિલા ખાતે પ્રદેશ ભાજપની બે દિવસીય ચિંતન શિબિર યોજાઈ હતી.જેમાં ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી,મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પૂર્વ CM આનંદીબેન પટેલ,પુરષોત્તમ રૂપાલા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિતિ રહયા હતા.

ચિંતન શિબિરમાં વૈચારિક વિષયો,બુથ સમિતિ,કેન્દ્ર અને રાજ્ય સરકારો ની યોજનાઓ કાર્યક્રમો અંગે સામાજિક અભિયાનનો અને ડિજીટલ પેમેન્ટ માટે જન જાગૃતિ સહિત આગામી કાર્યક્રમોની રૂપ રેખા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

તાજેતર માં જ કેન્દ્ર ની મોદી સરકાર દ્વારા નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેની અસરો સામાજિક અને આર્થિક ધોરણો પર વર્તાય રહી છે ત્યારે હવે ક્યાંક આ મુદ્દાને મળી રહ્યુ છે સમર્થન તો ક્યાંક તેનો વિરોધ પણ થઇ રહ્યો છે.ત્યારે આ ચિંતન શિબિરમાં ગુજરાત ભાજપને નુકશાન ન થાય તે માટે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી લક્ષી તૈયારીઓ અંગે માર્ગ દર્શન આપ્યુ હતુ.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ આગામી બજેટ અંગે પણ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી છે અને 1લી એપ્રિલ થી 30 સપ્ટેમ્બર 2017 સુધીમાં લાગુ પાડવા જઇ રહેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ધ્યાનમાં રાખીને ભાજપ સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ પરના વેટને રદ કરવાની અથવા તો ઘટાડવા ની જાહેરાત પણ કરી શકે છે.જો ઇંધણ પરનો વેટ ટેક્સ નાબૂદ થાય તો ગુજરાત માં પેટ્રોલ રૂપિયા 54.60 પ્રતિલિટરે અને ડીઝલ 50 રૂપિયા પ્રતિલિટર ના ભાવે મળી શકે છે.

Next Story