New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/19bf9e75-cab0-4b1e-97f4-58efe65e0f20.jpeg)
ગુજરાત હાઇકોર્ટે તારીખ 4 ઓગષ્ટ ના રોજ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા 10 ટકા આર્થિક અનામતને રદ કરતો ચુકાદો આપ્યો હતો. જનરલ કેટેગરીમાં આર્થિક રીતે પછાત લોકો માટે સરકારે જાહેર કરેલ 10 ટકા અનામતને હાઇકોર્ટે ગેર બંધારણીય ગણાવ્યો હતો.
પાટીદારોના અનામત આંદોલન બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાટીદાર સહિત જનરલ કેટેગરીમાં આર્થિક રીતે પછાત લોકોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી હતી. આ અનામત શૈક્ષણિક સંસ્થાઓ સહિત સરકારી નોકરીઓમાં પણ આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલાથી જ ઓબીસી,એસસી અને એસટી કેટેગરીનું કુલ અનામત 50 ટકા થાય છે.જ્યારે સુપ્રીમ કોર્ટે અનામત માટે 50 ટકાની મર્યાદા બાંધી છે.