ગોધરા શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ ઉપર પડ્યું ગાબડું

New Update
ગોધરા શહેરના મુખ્ય રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ ઉપર પડ્યું ગાબડું

ગોધરા શહેરમાં ભૂગર્ભ ગટર લાઈનની નબળી કામગીરીને લઈ રોડના વચ્ચોવચ પડ્યું મોટું ગાબડું

પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા ખાતે આવેલા મુખ્ય રેલ્વે સ્ટેશન રોડ ઉપર ભૂગર્ભ ગટરની નબળી કામગીરીને લઈને રોડની વચ્ચોવચ મસ મોટું ગાબડું પડી જવાથી રેલ્વે સ્ટેશન થી બસ સ્ટેશન તરફ જતા આવતા મુસાફરોને ખૂબ જ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે.

તેમજ રોડ ઉપર પડેલ ગાબડાથી અવર જવર કરતા લોકોમાં ભય ફેલાયો છે કે કોઈ મોટો અકસ્માત ન સર્જાય તેવી ભીતિ દેખાઈ રહી છે ત્યારે નગર પાલિકા તંત્રને આ ગાબડું રીપેરીંગ કરવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી અને રોડ ઉપર પડેલા મોટા ગાબડામાં કોઈનો ભોગ લેવાય તેવી રાહ જોઈ રહયુ હોય તેવુ લાગી રહયું છે.