Connect Gujarat
ગુજરાત

ગોધરા શહેરની બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ UCMASની રાષ્ટ્રીય કક્ષાની ગણિત સ્પર્ધામાં ઝળક્યા

ગોધરા શહેરની બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ UCMASની રાષ્ટ્રીય કક્ષાની ગણિત સ્પર્ધામાં ઝળક્યા
X

ગોધરા શહેરમાં લિલેસરા રોડ ઉપર આવેલ બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ UCMASની રાષ્ટ્રીય કક્ષાની ગણિત સ્પર્ધામાં ટોપ - ૧૦માં સ્થાન મેળવી ગોધરા શહેર તથા સ્કૂલનું ગૌરવ વધાર્યુ છે.

કોલકત્તાના નીક્કો પાર્ક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની અત્યંત અઘરી ગણાતી આ ગણિત સ્પર્ધામાં ગોધરા શહેરના બ્લ્યુ બેલ પબ્લિક સ્કૂલના ૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં માત્ર આઠ મિનિટની સમય મર્યાદામાં ૨૦૦ દાખલા ગણવાની સ્પર્ધા હોય છે. જેમાં બ્લુ બેલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી હાશીમ ઉમરજીએ ૨૦૦ દાખલા પૈકી ૧૯૯ દાખલા સંપૂર્ણ સાચા ગણી રાષ્ટ્રીય સ્તરે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.

જ્યારે ઝુબેરઅહેમદ આલમએ 5th Rank અને નવિદઅહેમદ આલમ તથા સુમેર ઉમરજીએ મેરીટ એવોર્ડ મેળવી મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આવનાર સમયમાં UCMAS દ્વારા આંતર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા કંબોડીયા ખાતે યોજાનાર છે.રાષ્ટ્રીય કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થીઓ આંતર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા જવાના છે.તેમજ આ સ્પર્ધામાં વિજેતા બની ગોધરા શહેર, જિલ્લા અને રાજયનું નામ વિશ્વકક્ષાએ લે જવા માટે ઉત્સુક છે.

Next Story