Connect Gujarat
ટેકનોલોજી

ગ્રાહકો ને ઉત્કૃષ્ટ સેવાઓ મળી રહે તે માટે અમે પ્રત્નશીલ,જણાવતા મુકેશ અંબાણી

ગ્રાહકો ને ઉત્કૃષ્ટ સેવાઓ મળી રહે તે માટે અમે પ્રત્નશીલ,જણાવતા મુકેશ અંબાણી
X

જિયો સુપરફાસ્ટ ઇન્ટરનેટ સેવા થી રિલાયન્સે તેની હરીફ મોબાઈલ નેટવર્ક કંપની ઓ માટે સ્પર્ધાત્મક સમય બનાવી દીધો છે, જિયોની ફ્રી ઓફર જે ડિસેમ્બર સુધી વેલીડ હતી તેમાં વધારો કરીને 31 માર્ચ સુધી આ સ્કિમ ને વધારવામાં આવી છે.

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી એ તારીખ 1 ડિસેમ્બર ગુરુવારના દિવસે જિયોના ગ્રાહકો માટે મહત્વની જાહેરાત કરી હતી. તેઓએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે જે જિયોની ફ્રી સર્વિસ ડિસેમ્બર સુધી મર્યાદીત હતી તેમાં વધારો કરીને હવે તમામ જિયો સિમ ધારકો તારીખ 31મી માર્ચ સુધી મફત સેવાનો લાભ લઇ શકશે.

મુકેશ અંબાણી એ હેપ્પી ન્યુ યર ઓફર જાહેર કરતા વધુ જણાવ્યુ હતુ કે 1લી જાન્યુઆરી થી જિયોમાં ફેર યુઝીસ પોલિસી લાગુ થશે, અને તમામ વપરાશકર્તાઓ ને સમાન સ્પીડ મળશે. જિયો માટે તેના ગ્રાહકો કેન્દ્ર સ્થાને છે અને ગ્રાહકોને જિયોની ઉત્તમ સુવિધા મળી રહે તે માટેના પ્રયાસો અમે કરી રહ્યા છે.

મુકેશ અંબાણી એ હવે જિયોનું કાર્ડ ખરીદવા માટે લાઈનમાં ઉભા રહેવાના બદલે ઘરે બેઠા જિયો સિમ મળી શકશે અને માત્ર પાંચ મિનિટની અંદર જ કાર્ડ એક્ટિવ થઇ જશે તેવી સુવિધા શરુ કરવાની સાથે જિયો દ્વારા મોબાઈલ પોર્ટેબિલિટી પણ શરુ કરીને અન્ય કંપની ના સિમ કાર્ડ ધરાવતા ગ્રાહકો પણ નંબર બદલ્યા વગર જિયો યુઝર્સ બની શકે છે. વધુમાં અંબાણી એ સૌથી ઝડપી નેટ સર્વિસનો પણ દાવો કર્યો હતો.

Next Story