ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ LCB

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનતા ઘરફોડ તથા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ વિગત- ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કસક નજીક ગરીબ નવાઝ મસ્જીદ પાસે આવેલ મકાનમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી થયેલ જે બાબતે ભરૂચ શહેર “સી” ડોવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા પામેલ.
આ ગુનામાં એલ.સી.બી.દ્વારા વિઝીટ કરી પ્રાથમિક રીતે આરોપીનો તાગ મેળવવાના પ્રયત્નો શરૂ કરી પો.સબ.ઇન્સ એ..એસ,ચૌહાણે ટીમ બનાવી ચક્રો ગતીમાન કર્યા હતા અને એલ.સી.બી.ના ટેક્નિકલ વિભાગને પણ તે દિશામાં ગુનો શોધી કાઢવા જરૂરી સુચના આપવામાં આવી હતી.દરમ્યાન એલ.સી.બી.ને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇટેલીજન્સના આધારે બે આરોપી અલ્તાફ ઉર્ફે બોળી બચુભાઇ શેખ રહે.પાણીગેટ એકતાભવનની સામે બાવામાનપુરા, વડોદરા શહેર, ઇલ્યાસ ઉર્ફે ડેમો શબ્બીરખાંન બશીરખાંન પઠાણ રહે. વાઘોડીયાવાડ મોટાબજાર ફુરજા રોડ. ભરૂચને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ વીવો કંપનીનો ૪૯૩ મોબાઇલ કિ ૧૦,૦૦૦/- તથા અન્ય બે મોબાઇલ જેની કિં રૂપિયા ૧૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઇ તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ કરી રહી છે.