Connect Gujarat
ગુજરાત

'ચોકીદાર ચોર હૈ' ની ટિપ્પણીનો કેસ મુદ્દે સુપ્રીમે રાહુલ ગાંધીને આપી નોટિસ

ચોકીદાર ચોર હૈ ની ટિપ્પણીનો કેસ મુદ્દે સુપ્રીમે રાહુલ ગાંધીને આપી નોટિસ
X

  • સુપ્રીમ કોર્ટમાં આ કેસ માટે 22 એપ્રિલે સુનાવણી થવાની.
  • ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ ઉચ્ચતમ અદાલતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ રાફેલ કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી'ચોકીદાર ચોર હૈ' નો અવમાનના કરવા બદલ અરજી દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ રજૂ કરી છે. કોર્ટમાં રાહુલ ગાંધીને રાફેલ કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર 'ચોકીદાર ચોર હૈ' ની ટિપ્પણીનો કેસ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ભાજપના સાંસદ મીનાક્ષી લેખી અરજી પર રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી હતી. કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને તેમની ટિપ્પણી પર 22 એપ્રિલ સુધી જવાબ આપવાનું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં આ કેસ માટે 22 એપ્રિલે સુનાવણી થવાની છે. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઈના પ્રવકતાએ કહ્યું કે કોર્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને આવી કોઈ ટિપ્પણી નથી કરી, એનો મતલબ એ છે કે રાહુલ ગાંધીની ટિપ્પણી ખોટી છે સુપ્રીમ કોર્ટમાં આ ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોર્ટ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. કોર્ટ દ્વારા રાફેલ કેસ અંગે કેટલાક દસ્તાવેજોને સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ગયા શુક્રવારે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ ઉચ્ચતમ અદાલતમાં રાહુલ ગાંધી વિરુદ્ધ રાફેલ કેસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટિપ્પણી 'ચોકીદાર ચોર હૈ' નો અવમાનના કરવા બદલ અરજી દાખલ કરી હતી.

Next Story