/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/500-oldie-note-580x395.jpg)
સરકર દ્વારા નોટબંધીને લઈને જે સ્થળો પર રૂ 500ની ચલણી નોટનો ઉપયોગ કરવાની છૂટછાટ 15મી ડિસેમ્બર સુધી આપવામાં આવી હતી તે સમય મર્યાદા તેમજ સ્થળોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.
જેમાં પેટ્રોલપંપ, ડીઝલ અને ગેસ આઉટલેટ અને એર ટિકિટ પર 2 ડિસેમ્બર સુધી જ આ નોટનો ઉપયોગ થઇ શકશે જેથી આજે આ સ્થળો પર રૂ 500 ની જૂની નોટનો છેલ્લો દિવસ છે.
નાણામંત્રાલય ની એક સૂચનમાં રાજ્ય સંચાલિત કંપનીઓ પેટ્રોલપંપ, ડીઝલ તેમજ ગેસ આઉટલેટ પર રૂ 500 ની જૂની નોટ સ્વીકારવાનો છેલ્લો દિવસ છે ત્યારબાદ આ નોટને સ્વીકારવામાં નહિ આવે તેમ જણાવવામાં આવ્યુ છે.
આ નિયમ એર લાઈન ટિકિટની ખરીદી પર પણ લાગુ કરવામાં આવ્યો છે જે અગાઉ 15 ડિસેમ્બર સુધીની હતી.
જેને પગલે દેશના મોટા ભાગના પેટ્રોલ-ડીઝલ તેમજ ગેસ આઉટલેટ પર ભારે સંખ્યામાં લોકોની લાંબી કતારો ઠેર ઠેર જોવા મળી હતી.
જોકે સરકાર દ્વારા વપરાશી બિલ ની ચુકવણી, રેલવે ટિકિટ બુકીંગ કાઉન્ટર, તેમજ સરકારી બસોની ટિકિટ ખરીદી માટે રૂ 500ની જૂની નોટ 15 ડિસેમ્બર સુધી સ્વીકારવાનું યથાવત રહેશે તેમ જણાવ્યુ હતુ.
આ ઉપરાંત વધુમાં જણાવ્યુ હતુ કે એલપીજી અથવા રાંધણ ગેસના બિલની ચુકવણી માટે પણ રૂ 500ની જૂની નોટ નો ઉપયોગ 15 ડિસેમ્બર સુધી થઇ શકશે.