New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/sdfdsf-1.jpg)
જંબુસર તાલુકાના નોબાર ગામે ૫.૫ ફૂટ લાંબો અજગર દેખાતા ભાગદોડ મચી જવા પામી હતી.જો કે ઘટનાની વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારે વન વિભાગના અધિકારીઓએ રેસ્ક્યુ કરી ૫.૫ ફૂટ લાંબા અજગરને ઝડપી પાડ્યો હતો.
આર.એફ.ઓ. આર.આર. ચૌહાણ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અજગર દેખાવાની જાણ થતાં જ અમો અમારી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.તેમજ અજગરનું રેશ્ક્યુ કરી સલામત રીતે પક્ડી લેવાયો છે એટલું જ નહીં આ અજગરનું મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે અને બાદમાં અજગર સ્વસ્થ હશે તો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં અજગરને રાજપીપલાના જંગલ વિસ્તારમાં છોડવામાં આવશેનું જણાવ્યું હતું.જો કે અજગર પકડાવાની વાતે ગ્રામજનો સૌ એકત્રીત થયા હતા.