/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/dsfsdf.jpg)
જંબુસર નગરમાં સ્થપાયેલ શ્રીજીની વિસર્જન શોભાયાત્રા મેઘાવી માહોલમાં નીકળી હતી. જંબુસરમાં સાતમા દિવસે શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે. જંબુસર નગરના જુદા જુદા વિસ્તારોમાં નાના-મોટા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. ભકિતસભર માહોલમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
નગરજનોનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીએ વિદાય લીધી હતી. ગણેશ પ્રતિમાઓને શોભાયાત્રાના સ્વરૂપે વિસર્જન માટે લઇ જવામાં આવી હતી. વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. શોભાયાત્ર પઠાણી ભાગોળ વિસ્તારમાં આવેલ કાળકા માતાના મંદિર પાસેના નાગેશ્વર તળાવના ઓવારે પહોંચી હતી જ્યાં ભક્તોએ પુઢચા વર્ષી લવકરયા ના નાદ સાથે શ્રીજીને અશ્રુ ભીની આંખે વિદાય આપી હતી.