Connect Gujarat
ગુજરાત

જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપમાં લાગી હોડ

જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભાજપમાં લાગી હોડ
X

તાલુકા પંચાયત સભ્યો માટે પ્રવાસનું આયોજન કરાયું હોવાની ચર્ચા

જંબુસર તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનાર છે. જંબુસર ભાજપે સત્તા સ્થાપવા નું પુનરાવર્તન કરશે પ્રમુખ પદ તથા ઉપપ્રમુખ પદ માટે ભાજપામાં હોડ જામી છે, ઉમેદવારોના સંભવિત નામોની ચર્ચા થતી જોવા મળે છે.

જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઇ હતી જેમાં ૨૨ બેઠકમાં ભાજપે ૧૧ કોંગ્રેસ ૧૧ બેઠકો મળી હતી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં જીતી ઉઠાવવામાં આવી હતી જેમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા જંબુસર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારબાદ તાલુકા પંચાયત કોંગ્રેસ સભ્ય ઈબ્રાહીમ નવરા મલેક દહેગામ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ચૂંટાયા તાલુકા પંચાયત બેઠકમાં રાજીનામું આપતા તે બેઠક ખાલી પડી સદર કાવી-૨ બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની જીત મળી હતી અને ભાજપ ૧૨ તથા કોંગ્રેસની ૧૦ બેઠકો થવા પામી હતી.

હાલ પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોય બીજા અઢી વર્ષ મુદત માટે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં આગામી દિવસોમાં પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાનાર છે ત્યારે ભાજપ સત્તા પર પુનઃ સ્થાપિત થશે પ્રમુખ તરીકે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત જાહેર કરેલ હોય પ્રમુખ-ઉપપ્રમુખ માટે ભાજપમાં હોડ જામી છે.

તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ચર્ચા સરનામાં હાલના પ્રમુખ જયાબેન બળવંતભાઈ પડયાના નામની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. તથા જયંતીભાઈ પઢીયાર, હાલના ઉપપ્રમુખ બાબુ બાલુભાઇ ગોહિલ. જ્યારે ઉપપ્રમુખ પદ માટે જગદીશભાઈ પટેલ, પૂર્વીબેન પટેલ, દક્ષાબેન પરમાર ના નામોની ખાનગી બંધ કરીને મંત્રણાઓ યોજાઇ હતી. હાલ તો તાલુકા પંચાયત સભ્યો માટે પ્રવાસનું આયોજન કરાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Next Story