New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/db38bdb8-e09a-4d7a-86bd-c3c13bec895f.jpg)
જંબુસર - આમોદ - ભરુચનાં માર્ગ પર ખાડાઓનું સામ્રાજય સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
જંબુસર આમોદ અને ભરૂચને જોડતો માર્ગ વરસાદને કારણે બિસમાર બની જતા વાહન ચાલકો માટે આ માર્ગ પરથી પસાર થવું ત્રાસદાયક બની ગયુ છે.
આમોદનાં જેતે સમયનાં ઇન્ચાર્જ મામલતદાર જનક તાપીયાવાલાએ પણ તંત્રને આ અંગે રજૂઆતો કરી હતી, પરંતુ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નહિં આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.અને વહેલી તકે માર્ગનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ વાહન ચાલકો કરી રહ્યા છે.