New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/unnamed-10.jpg)
જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ બાદ પવિત્ર યાત્રાધામ વૈષ્ણવ દેવી પાસે ભૂસ્ખલન ની ઘટના બની હતી,જેમાં ચાર યાત્રાળુઓ કરુણ મોત ને ભેટ્યા હોવાનું જાણવા મળ્યું છે જયારે 7 જેટલા શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.
મળતી માહિત અનુસાર જમ્મુ કાશ્મીર માં છેલ્લા કેટલા સમય થી વરસાદ વરસી રહ્યો છે અને ખીણ પ્રદેશમાં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.ત્યારે ભૂસ્ખલન ની ઘટના અર્ધકુમારી ની ગુફા પાસે બની હતી.જ્યાંથી વૈષ્ણવદેવી મંદિર અંદાજિત 6 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ભૂસ્ખલન ની ઘટના સર્જાતા યાત્રીઓ માં દોડધામ મચી ગઈ હતી,અને ચાર જેટલા યાત્રીઓ ના કરું મોત નિપજ્યા હતા,જયારે 7 જેટલા શ્રદ્ધાળુઓ ને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીક ના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા.