/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/Cy-TdZAUsAA22IC.jpg)
જયલલિતાએ ફિલ્મી કરિયર થી જીવન ઘડતરની શરૂઆત કરીને રાજનીતિમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતુ. બેનામી સંપત્તિ અને કૌભાંડોના વિવિદો બાદ પણ તેઓને ત્યાંતી પ્રજા અમ્માના હુલામણા નામથી ઓળખતી અને પૂજતી હતી.
જયલલિતાનો જન્મ 24 ફેબ્રુઆરી 1948ના રોજ અય્યર પરિવારમાં થયો હતો. નાનપણ માંજ પિતાની છત્રછાંયા ગુમાવી દેનાર જયલલિતાએ માતાના આગ્રહથી ફિલ્મી કરિયરની શરૂઆત 1961 થી શરુ કરી હતી. તેઓએ 15 વર્ષની ઉંમરમાં કન્નડ ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી હતી. કન્નડ ભાષામાં તેમની પ્રથમ ફિલ્મ ચિન્નાડા ગોમ્બે હતી.જે 1964માં પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્યારબાદ જયલલિતાએ તમિલ ફિલ્મોમાં કામ શરુ કર્યું. અને પ્રથમ એવી અભિનેત્રી બન્યા હતા કે જેમને સ્કર્ટ પહેરીને ફિલ્મમાં કામ કર્યું હતુ.
તમિલ સિનેમા માં જયલલિતાએ નિર્દેશક શ્રીધરની ફિલ્મ વેન્ની રાદઈ થી કરિયરની શરૂઆત કરી અને લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું, તમિલ સિવાય તેલુગુ, કન્નડ, અંગ્રેજી અને હિન્દી ફિલ્મોમાં પણ જયલલિતાએ અભિનય કર્યો હતો.
જયલલિતા 1982માં ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ(અન્ના મુદ્રક)ની સદસ્યતા ગ્રહણ કરીને એમ.જી.રામચંદ્રન સાથે રાજનીતિકે જીવનની શરૂઆત કરી હતી. AIADMK ના વડા એમ.જી.આર ના અવસાન બાદ પાર્ટીમાં તેમના વારસાની લડાઈ થઇ.અને પાર્ટીનું મોટુ જુથ એમ.જી.આરની પત્ની જાનકીના પક્ષમાં હતુ.
વર્ષ 1991માં જયલલિતાએ ગરીબો માટે મફત ઈલાજની વ્યવસ્થા કરી અને આ યોજના બાદ તેઓને પ્રજાએ અમ્મા તરીકેના ઉપનામની નવી ઓળખ આપી હતી. તામિલનાડુના મુખ્યમંત્રી બન્યા બાદ રાજ્યના ગરીબો માટે તેઓએ અમ્મા કેન્ટીનની શરૂઆત કરી, જ્યાં બે રૂપિયામાં ઈડલી સાંભાર, ત્રણ રૂપિયામાં રોટલી દાળ અને 5 રૂપિયામાં લેમન રાઈસ અથવા કર્ડ રાઈસ સાંભાર સાથે મળે છે.
અમ્મા કેન્ટીન ઉપરાંત રાજ્યમાં રેશન કાર્ડ ધારકો ને 20 રૂપિયા કિલો ચોખા મફત કર્યા, મિક્સર ગ્રાઈન્ડર, પંખો, ગાય-બકરી મફતમાં આપ્યા હતા. અમ્મા પાણી, અમ્મા મીઠું, અમ્મા સિમેન્ટ અને ગરીબ મહિલાઓ માટે મફત સેનેટરી નેપકીન વહેંચ્યા હતા, આ ઉપરાંત ગરીબ લોકો પણ સસ્તા દરે ફિલ્મોનું મનોરંજન કરી શકે તે માટે અમ્મા થિયેટરની શરૂઆત પણ કરી હતી.
જયલલિતા સાથે શશિકલા બે દાયકા સુધી પડછાયાની જેમ રહી પરંતુ 2011માં આરોપ મુક્યો કે શશિકલા એ પતિ નટરાજન ને સીએમ બનાવવા માટે જયલલિતાને ધીમુ ઝેર આપીને મારવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ જયલલિતાએ શશિકલા ને તેમના ઘર અને પક્ષ માંથી કાઢી મુક્યા.આ તિરાડ 100 દિવસ ચાલી અને શશિકલા એ માફી માગતા જયલલિતા એ તેને ફરીથી સખી તરીકે અપનાવી લીધા હતા.
રાજનીતિ યાત્રા દરમિયાન જયલલિતા એ જેલ સુધીની સફર કરવી પડી હતી. રાજ શેખર ને 1998માં હત્યાના પ્રયાસનો કેસ નોંધાવ્યો હતો,અને જયલલિતા પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેઓએ તેને જુતા અને દંડા થી મરાવ્યો હતો. જ્યારે 1997માં અમ્મા પર વીજળી બોર્ડ માટે રૂપિયા 7 અબજના કોલસાની આયાતમાં અનિયમિતતાનો આરોપ લાગ્યો. વર્ષ 1965માં જયલલિતાના દત્તક પુત્રના લગ્નમાં 6 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ચેન્નઈમાં 50 એકરના ગ્રાઉન્ડમાં આયોજીત આ લગ્નમાં 1.5 લાખ મહેમાન બોલાવાયા હતા.આ લગ્ન સૌથી મોંઘા લગ્ન તરીકે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ મળી હતી.
વર્ષ 1996માં કરુણાનિધિ એ જયલલિતાના નિવાસ્થાને દરોડો પડાવ્યો, આ દરોડામાં 30 કિલો સોનુ, 800 કિલો ચાંદી,અને હિરાજડીત ઘરેણાં મળ્યા હતા.12000 સાડીઓ, 750 જોડી સેન્ડલ, 19 કાર,38 એસી અને 91 લક્ઝરી ઘડિયાળો પણ મળી હતી. કોર્ટે ચાર વર્ષની સજા અને 100 કરોડ દંડની સજા સંભળાવી,અને તેમને સીએમ પદ પણ છોડવુ પડયુ હતુ. જોકે પાછળથી ક્લિનચીટ મળી ગઈ હતી.
અપ્રમાણસર ની આવકના કેસમાં સુપ્રિમ કોર્ટના કહેવાથી હોદ્દો છોડવો પડયો, વર્ષ 2002માં ફરી મુખ્યમંત્રી બન્યા, 2008માં ચૂંટણી હાર્યા અને 2011 અને 2015માં ચૂંટણી જીતીને ફરીથી CM બન્યા હતા.
ફિલ્મી કરિયર થી રાજનીતિ સુધીની અનેક પડકારજનક સફરમાં સફળતા પ્રાપ્ત કરી ને તામિલનાડુમાં અમ્મા એ પ્રજાના હૃદયમાં સ્થાન મેળવ્યુ હતુ, અને સર્વોચ્ચ પદની ખુશી હતી તો બીજી તરફ છેલ્લા અઢી મહિના થી હોસ્પિટલ ના બિછાને મોત ને માટે આપીને સંઘર્ષમય સમય પસાર કરી રહ્યા હતા પરંતુ આખરે તારીખ 5મી ડિસેમ્બરની રાત્રે અમ્મા એ અંતિમ શ્વાસ લઈને તામિલનાડુની પ્રજાની અસંખ્ય આંખોને રડતી છોડી ગયા.